Monday, July 20, 2020

સોબત...* *હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો

સોબત...*  *હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો
*સોબત...*
*હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો.*

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની *"Theory of Relativity"* ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા...
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા... લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો...

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું.. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે...

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે..

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ.. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા..

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે.. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા..
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા..

ડ્રાઈવરે એટલી કુશળતાથી *"Theory of Relativity"* સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા...

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ.. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ? એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે...

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે *''તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે... મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે...''*

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો...

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે... આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો... *માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે...*

અને છેલ્લે...

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ
કારણ કે
*દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે,*
પરંતુ
*દ્રષ્ટિકોણનો નહીં...*

Sunday, July 19, 2020

માતાની વ્યથા

માતાની  વ્યથા
🙏કાળજુ કઠણ કરીને વાંચવું 🙏

*માતાની  વ્યથા*🙏🏻

એક દંપતી દિવાળી ની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ..!

કઈ વિચાર કરીને પાછો રૂમમાં  આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શાલું તે માને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો..!

શાલીની કહે નથી પૂછ્યું અને *આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડા મળે એટલે બહુ થઈ ગયું*....!

એ વાત નથી શાલું મા પહેલી વાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે નહી તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે..!

અરે એટલો બધો પ્રેમ  "મા" ઉપર ઉભરાઈ છે તો ખુદ જઇને પૂછી લો ને ...?
આટલું કહી ને શાલીની ખમ્ભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ...!

સૂરજ  માની પાસે જઈને કહ્યું કે મા અમેં દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કઈ મંગાવવું છે...?

મા કહે મારે કંઈ નથી જોઈતું બેટા....!

વિચારી લો  'મા' અગર કઈ લેવું હોય તો કહી દેજો..!

સૂરજેે બહુ જોર દઈને કીધું એટલે મા કહે ઉભો રહે બેટા હું લખી ને આપૂ છું તમે ખરીદીમાં ભૂલી નો જાવ એટલે , એટલું કહીને માં અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ સૂરજ ને આપી દીધુ..!

સૂરજ ગાડી માં બેસતા બેસતા કહ્યું જોયું શાલું માને પણ કઈ લેવું હતું પણ કહેતી નહોતી મેં જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસ ને રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીજ ની પણ જરૂર હોય છે...!

ઠીક છે શાલીની કહે પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં પછી તમારી મા ની લિસ્ટ જોયે રાખજો...!

બધી ખરીદી કરી લીધા પછી શાલીની કહે હું AC ચાલું કરીને ગાડી માં બેઠી છું તમે તમારી  "મા" ની લિસ્ટ ની ખરીદી કરીને આવજો...!

અરે શાલીની ઘડીક રહે મારે પણ ઉતાવળ છે , " મા" ના લિસ્ટ ની ખરીદી કરીને સાથે જ જઈએ...!

સૂરજે ખીચા માથી ચિઠી કાઢી જોઈનેજ શાલીની કહે બાપ રે આટલું લાંબુ લિસ્ટ...!

શાલીની કહે ખબર નહિ શુ શું મંગાવ્યું હશે જરૂર એમના ગામ માં રહે તે નાના દીકરા ના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે શાલીની ગુસ્સામાં ને ગુસ્સામાં  સૂરજની સામે જોયું...!

પણ આ શું સૂરજ ની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું લિસ્ટ ની ચિઠી વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો...!

શાલીની બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે તમારી માએ  કહીને ચિઠી હાથમાંથી ઝૂંટવી લીધી..!

હેરાન હતી શાલીની કે આટલી મોટી ચિઠી માં થોડાજ શબ્દો લખ્યા હતા ...!

*ચિઠી માં લખ્યું હતું*.........
*બેટા મને દીવાળી પર તો શું ,પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું પરંતુ તું જીદ કરે છે* *એટલે તારા શહેર ની કોઈ દુકાને થી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે* , *હું તો હવે એક આથમતી સાંજ છું બેટા, ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે પલ પલ હું મોતની નજીક જતી જાઉં છું હું જાણું છું બેટા મોત ને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી , મોત એ એક પરમ સત્ય છે પણ બેટા આ એકલાપણું મને ડરાવે છે, મને ગભરામણ થાય છે* *થોડો સમય મારી પાસે બેસ , બેટા થોડા સમય માટે પણ મારા બુઢાપાનું એકલાપણું દૂર થઈ જશે* ..!

કેટલા વર્ષ થયાં બેટા મેં તને સ્પર્શ પણ નથી કર્યો એક વાર આવ બેટા મારી ગોદ માં માથું રાખીને સુઈ જા હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું શું ખબર બેટા હું આવતી દિવાળી સુધી રહું કે નો રહું...!

ચિઠી ની છેલ્લી લીટી વાંચતા વાંચતા શાલીની પણ રડવા લાગી...!

 "મા" આવી હોય છે...!

મિત્રો આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદય વાળા માણસો જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ જે આપણા જીવનનું કલ્પતરું છે ,આપણું માર્ગદર્શન છે એટલે યથા યોગ્ય એમની સેવા કરો, માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો આપણો પણ બુઢાપો નજીક જ છે એની તૈયારી આજથી જ કરી દો *આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે  આપણી પાસે જ પાછા આવે છે* ...!!🌷🌹
""""""""""""""""""""""""""""""""""""""""
*બકુલ કટારિયા*

Sunday, May 24, 2020

કડવી અને કરુણ વાસ્તવિકતા દક્ષિણ આફ્રિકાના એક ફોટો જર્નાલિસ્ટ *કેવિન કાર્ટર* વર્ષ 1993 દરમિયાન સુદાનમાં દુષ્કાળ સમયની

♨ *કડવી અને કરુણ વાસ્તવિકતા..*

😭 *આ ચિત્ર તમને યાદ છે ?*
વર્ષ 1993 નું આ ચિત્ર છે.
 ચિત્રનું નામ *"ગીધ અને નાની છોકરી"* હતું.
ચિત્રમાં એક ગીધ ભૂખી નાની છોકરીના મોતની રાહ જોતું બેસી રહ્યું હોય એવો ફોટો ક્લીક થયેલો છે.

દક્ષિણ આફ્રિકાના એક ફોટો જર્નાલિસ્ટ *કેવિન કાર્ટર* વર્ષ 1993 દરમિયાન સુદાનમાં દુષ્કાળ સમયે ભૂખમરો અને અરાજકતાને કેમેરામાં કંડારવા ગયેલા અને ત્યાં તેમણે ઘણાં બધાં ફોટો ક્લીક કર્યા હતા, તે સમયે  માર્ચ 1993 માં તેમણે આ ફોટો કલીક કર્યો હતો.
આ ફોટા માટે તેમને એપ્રિલ 1994માં ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે વિશ્વમાં પ્રતિષ્ઠિત  ગણાતો  "પુલિત્ઝર એવોર્ડ" એનાયત કરાયો હતો.
પરંતુ કેવિન કાર્ટરે આટલું મોટું સન્માન મેળવવા છતાં 27/7/1994 ના રોજ માત્ર 33 વર્ષની નવયુવાન વયે આત્મહત્યા કરી લીધી હતી...‼️


હવે સવાલ એ થાય કે,
*આત્મહત્યા કરવાનું કારણ શું હતું*❓

હકીકતમાં,
તે સમયે તે પોતે આટલા મોટા સન્માનની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે વિવિધ ટીવી ચેનલો પર તેમને એવોર્ડ મળવાના સમાચાર બતાવવામાં આવી રહ્યા હતા, તે સમયે કોઈએ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેમને પૂછ્યું કે- " *અંતે ગીધ જેના મોતની રાહ જોતું હતું એ પેલી ફોટાવાળી છોકરીનું શું થયું ?"*

કાર્ટરએ જવાબ આપ્યો કે - *"તેઓ એ વિષયે કશું કહી શકે તેમ નથી. કારણ કે તેમને તે સમયે પોતાની ફ્લાઇટ પકડવાની ઉતાવળ હતી."*

સવાલ પૂછનારે ફરીથી પૂછ્યું : *"ત્યાં કેટલાં ગીધ હતાં  ?"*

*"મને યાદ છે ત્યાં સુધી ત્યાં એક ગીધ હતું"* કાર્ટરએ કહ્યું....

ફોનના બીજા છેડે આવેલા માણસે કહ્યું, *"હું કહું છું કે તે દિવસે બે ગીધ હતા, તેમાંથી એક કેમેરાવાળો પોતે હતો."*

આ શબ્દોના પ્રહારને સમજીને કેવિન કાર્ટર ખુબજ અસ્વસ્થ થઈ ગયા અને કેટલાક  દિવસો ડીપ્રેશનમાં રહ્યા બાદ અંતે તેમણે આત્મહત્યા કરી લીધી..

કોઈ પણ પરિસ્થિતિમાં તમે ભલે ગમે તે મેળવવા માંગતા હોવ.,
પરંતુ તે માનવીય સંવેદનાયુકત તો હોવું જ જોઈએ.

કેવિન કાર્ટરે તે સમયે તેમણે ફોટો ક્લીક કર્યા બાદ જો તેમણે ભૂખે મરતા તે બાળકને યુનાઇટેડ નેશનના ખોરાક કેન્દ્રમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હોત જે માત્ર 1/2 માઇલ દૂર હતું, તો ચોક્કસપણે તે બાળક જીવિત હોત.....

SOurce Whatsapp 

સત્ય ઘટના From Kajal Oza Vaidya Fans

સત્ય ઘટના From Kajal Oza Vaidya Fans
*સત્ય ઘટના From Kajal Oza Vaidya Fans*

અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે...
છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....

તેમના બાળકો USA સેટ થઈ  ગયા હોવાથી હવેની
બાકી રહેલ જીંદગી... ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...

મેં પણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..
કાકા કાકી આનંદી સ્વભાવના હતાં..
કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે...

છ મહિના પુરા થયા હશે...એક દિવસ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા ....

છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો....

બેટા... હવે.. અમે ગમે ત્યારે
પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે...

મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?
તમે તો કહેતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ..છે..
સગા.. સંબંધી... બધા અહીંયા..છે
દીકરી પણ ગામમાં... છે..
મારા જેવો પાડોશી છે...તો કઈ વાતે તમને તકલીફ પડી...

બેટા.. આ વીતેલા છ મહિનામાં.. મને બધો અનુભવ 
થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજાને મળશું...
સુખ દુઃખ ની વાતો કરશું...

કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર  મળ્યો... 
બીજી વખત જાએ...
એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે  થોડી વાત કરી લે...આપણે મનમાં બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....

ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે..મળશે...તેવા ખ્યાલોમા હતા...પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...
ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યારે.વર્તન બદલાઇ ગયું હોય છે..

બધા પોતપોતાની જીંદગીમા મશગુલ છે..બેટા....
નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા..
એવું લાગી રહ્યું  છે.
તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પણ નથી...

અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પહેલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારીમાથી યુવાન લાગતો છોકરો બોલ્યો..

"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."

હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પનાનો ભારત દેશ...જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી...નાના મોટાનું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સનું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....

ત્યાં ઘરડા કે બાળકને  જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પહેલા જવા દે...ને અહીં..
મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..
વિચારતો વિચારતો  જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોતતો હતો...

ત્યાં એક મીઠો આવાજ આવ્યો...
અંકલ .." મે  આઈ હેલ્પ  યુ ?"

બેટા.. સોગંદથી કહું છું...
મને બે મિનિટ તો 
રણમા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...
અહીં છ મહિનાથી આવ્યો છું....બેટા 
May I  help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..
મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષનું  બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....
મેં માથે હાથ ફેરવી thank you કીધું....
બેટા ક્યાં રહે છે ?
અહીં હું મારા દાદા ને ત્યાં 
ક્રિસમશ વેકેશનમાં આવ્યો...છું. 

એટલે ઇન્ડિયામા નથી રહેતો ?
ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી બોલ્યા ..નમસ્તે અંકલ...
એકબીજાએ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા...

બેટા હું વિચારતો હતો...નાહકના પશ્ચિમની સંસ્ક્રુતિને  આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓની સારી છે...

આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ..
ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી...
ધોબીના કૂતરા જેવી દશા થઈ છે...

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી  આધુનિક નથી થવાતું...
આજના યુવાનોને  કેમ સમજાવું.. કે વાણી ,વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે...
જ્યાં વાણી વર્તનના  ઠેકાણા નથી ત્યાં દેશનો  ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...

બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું  પણ આવે છે અને દુઃખ પણ થાય છે...

"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી..".      આ  પોસ્ટ મને એટલી બધી સાચી લાગી કે કોપી પેસ્ટ કરી ને શેર કર્યા વિના રહી ના શકયો. ૧૦૦%  સાચી વાત છે એ  સ્વીકારવું ધણું અઘરું છે. આપણી આખી  સોસાયટી અત્યંત દંભી છે. જ્યારે પશ્ચિમી  સંસ્કૃતિમાં પારદર્શકતા છે.જેવા છે તેવા જ દેખાય છે.આપણા સમસ્ત સમાજની માનસિકતામા
 આ મૂલ પરિવર્તન ની જરૂર છે.... Dilse ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
SOurce Whatsapp 

Wednesday, May 1, 2019

નિદોષ કિશોરની વાત - પ્રેરક વાર્તા

 નિદોષ કિશોરની વાત - પ્રેરક વાર્તા
        હજારોના હસતે મુખે ખૂન પીનારા શેઠીયા કેવા સારા હોય છે અને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા, પોતાનું સ્થાન સુરક્ષિત રાખવા અને પોતાની સમૃદ્ધિને સુરક્ષિત રાખવા, શાસ્ત્ર મર્યાદા કે લોક મર્યાદાને નેવે ચઢાવનારા કપટી સંચાલકો કે નેતાઓ કેવા સારા અને સંસ્કારી હોય છે? એ આપણે હવેની વાત ઉપરથી સમજી શકીશું.
            એક લખપતિ શેઠને કોઈ અસાધ્ય રોગે ભરડો લીધો. જેમ જેમ દિવસો જાય તેમ તેમ દવાઓ નકામી થાય, પણ કોઈ દવા કારગર ન થાય. સમગ્રદેશના નામાંકિત ડોક્ટરને,વૈધોને અને હકીમોને સન્માન ભેર બોલાવી તપાસ કરવી. ન કાંઈસચોટ નિદાન થાય, ન અકસીર દવા હાથ આવે. હજારો ને લાખો રૂપિયાનું પાણી થયું. લખપતિ શેઠને સારું થવાને બદલે વધારે ભોગવવાનું થયું. શરીર લગભગ ખલાસ થવાને આરે આવી પહોચ્યું. કોઈ અગમ રોગે નક્કી જ કર્યું હશે કે લખપતિ શેઠનો ભોગ લેવો.
         ‘દેવીને જીવનનો ભોગ લગાવો’ તો સારું થઈ જશે,એમ કહેતો કોઈ એક આચાર્ય ત્યાં આવી પહોચ્યો. લખપતિ શેઠની હાલત જોઈ. તે પુજારી આચાર્યે કહ્યું કે ‘ તમોએ બધું કર્યું હશે પણ જે કરવું જોઈએ તે પંથે કાંઈ કર્યું નથી. હજુ કાંઈ કરો તો તમને અવશ્ય સારું થશે.’ બુડતો માણસ તણખલાને બાથ ભરે છે. લખપતિ શેઠે કહ્યું કે ‘ જેટલો ખર્ચ થાય તે બધો કરવા તૈયાર છું પણ કાંઈક ઉપાય કરો જેથી મને સારું થાય.’
               દેવીને એક કિશોરનો ભોગ ચઢાવો પડે! જો તે શક્ય બને તો તમને નિશ્ચય સારું થાય. માતાજી ભોગ વિના કદી પ્રસન્ન થાય નહી. જો તમારે રોગથી ઉગરવું હોય તો માતાજીને કિશોરને ભોગ ચઢાવવો જ પડે.લખપતિ શેઠિયાઓમાં અંધશ્રધ્ધા કાંઈ ઓછી હોતી નથી. લખપતિ શેઠીયાના પરિવાર તરફથી કિશોરની તપાસ ચાલુ થઈ પરંતુ કોઈ પોતાનો બાળક દેવીને ભોગ માટે આપે? કોઈ ન આપે. લખપતિ શેઠિયાનો પરિવાર મોટો હતો પણ કોઈ માતાજીને બલીએ ચઢવા તૈયાર ન થયો.
              કોઈ નિરાધાર અને રંક વ્યક્તિ જેમ પોતાના શરીરને વેંચે છે તેમ કોઈ બિચારા માબાપ પોતાના સંતાનોને પણ વેંચે છે. પંદર વર્ષનો કિશોર લખપતિ શેઠિયા માટે વેંચાઈ ગયો! એને ખબર નથી કે મને વેંચવામાં આવ્યો છે કે લખપતિ શેઠિયાને ત્યાં સુખ ભોગ ભોગવા મોકલાયો છે.
              મંદિરના આચાર્યને બોલાવ્યો. કહેવામાં આવ્યું કે તમો જયારે કહો ત્યારે કિશોરને લઈ માતાજી પાસે આવીએ. સાથે શું શું પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં લઈ જવાયો. કિશોરને હજુ કાંઈ ખબર ન હોતી કે મને આ લોકો શું કરવાના છે અને શા માટે મને અહી લાવ્યા છે. લખપતિ શેઠિયાને દેવીની બાજુમાં પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં લઈ જવાયો. કિશોરને હજુ કાંઈ ખબર ન હોતી કે મને આ લોકો શું કરવાના છે અને શા માટે મને અહી લાવ્યા છે. લખપતિ શેઠિયાને દેવીની બાજુમાં બેસાડવામાં આવ્યો અને ધારદાર ફાંગો લઈ એક રાક્ષસ જેવો કોઈ માણસ ત્યાં આવ્યો અને મંદિરનો મુખ્ય આચાર્ય જ્યાં મંત્ર બોલે છે ત્યાં ઉભો રહ્યો.
                જયારે વધ કરવાનો સમય આવ્યો ત્યારે કિશોર માતાજીને હાથ જોડવાને બદલે આભ સામે દ્રષ્ટિ માંડી. એકી ટસે આભ સામે જોતો રહ્યો. રોવાને બદલે હસતો રહ્યો! લખપતિ શેઠ સહિત ત્યાં સાથે આવેલ લોકોને આશ્ચર્ય થયું કે કોઈ પણ નો ભોગ દેવાય ત્યારે ત્યાં આવેલા લોકોના હૈયા પીગળી જાય, અંતરમાંથી ઉહંકારો નીકળી જાય, એવું આર્તનાદથી હર કોઈ વ્યક્તિ રુદન કરે પરંતુ આ બાળક તો હસે છે! આનું હસવાનું કાંઈક કારણ હોવું જોઈએ!
                    લખપતિ શેઠિયાથી રહેવાયું નહી. કિશોરને પૂછવામાં આવ્યું. કિશોર! તું કેમ આવી વધની ઘડીમાં હશે છે? કિશોરે કાંઈ ન કહ્યું. ફરી આગ્રહ કરવામાં આવ્યો ત્યારે બસ આટલું જ બોલ્યો કે ‘ હું એમ માનતો હતો કે માતા પિતા કદી પોતાના સંતાનોના શત્રુ હોતા નથી. પરંતુ એણે તો મને વેંચી માર્યો ! મને એમ કે લખપતિ શેઠની ગુલામી કરીશ અને એક પશુની માફક જીવન ગાળીશ પરંતુ….પરંતુ…..અહીં તો મારો વધ કરવાનો સમય આવ્યો. મારી ખરીદી કેવળ એટલા માટે જ થઈ હતી ને?
                  લખપતિ શેઠ નિર્દોષના ખૂનથી જ એશઆરામ કરે છે એની મને આજ ખબર પડી. કિશોરથી બોલી જવાયું. બીજાની જિંદગીને વેતરી પોતાની જીંદગીમાં આનંદ માણે છે એવા લખપતિ શેઠની મને આજે જ ઓળખ થઈ! આ સંસાર ચક્રનું નાટક જોઈ મને ભગવાન તરફ જોવાનું મન થયું. માટે જ મારાથી આભ સામે જોવાઈ ગયું. મારાથી મનો મન બોલાઈ જવાયું કે વાહ…..પ્રભુ! વાહ….મારા કર્મના બસ આ લેખાં ઝોખાં ! બસ!  આ જોઇને મને હસવું આવ્યું.
                      નિદોષ કિશોરની વાતથી શેઠનું દિલ પીગળી ગયું પણ આચાર્યને કાંઈ ન થયું. શેઠે પુજારીને કહી દીધું કે ‘નથી કરવું મારે કાંઈ’ જે થવાનું હોય તે ભલે થાય. મારે મારા શરીર માટે બીજાનો ભોગ નથી લેવો.
                           લખપતિ શેઠે કિશોરને પોતાના ઘરમાં પોતાના સભ્ય તરીકે રાખ્યો. કહેવાય છે કે દિવસો જતા લખપતિ શેઠિયાને કિશોરના ઉપચારે સારું થયું. નિર્દોષ કિશોરનું હસવું પણ કાંઈક કારગર થયું.
           “મિત્રો! દવ કે દેવી કદી કોઈના જીવનના ભોગે પ્રસન્ન થાય નહી. એતો ભોગ આપનારનો જ ભોગ લે છે! કોઈના કહેવે વ્યક્તિનો ભોગ કદી દેવ કે દેવીને દેવો નહી.”
સાભાર સ્ત્રોત : https://satsangapps.org

લંડનના સમ્રાટ જેમ્સે પ્રેરક વાર્તા

લંડનના સમ્રાટ જેમ્સે પ્રેરક વાર્તા
            રાજા થવા માટે કે પ્રેસિડેન્ટ થવા માટે ઘણાય ઘણું કરે છે પરંતુ જો લક સાથ ન આપે તો બિચારા કોડીની કિમતમાં બજારમાં વેંચાઈ જાય છે. મનના કોડ એમને એમ લટકતા રહી જાય છે.
               સત્તા પર આસીન થયા પછી લોકોને પોતાને અનુકુળ કરવા અને લોકોની આત્મીયતા કેળવવી એ કાંઈ છોકરાની રમત નથી. એમને માટે લોહીનું પાણી કરવું પડે છે. લોહીનું પાણી થાય તો દવાખાને દાખલ થવું પડે! એટલે ટૂંકમાં સત્તા પામીને લોકોની સંગાથે આત્મીયતા કેળવવી એ લોખંડના ચણા ચાવવા જેવું અઘરું કામ કહેવાય છતાં ઘણા નાયકો લોખંડના ચણા ચાવી શક્ય છે.
                 આપને બધા જાણીએ છીએ કે પદવીથી કોઈ મોટો બની જતો નથી.ડીગ્રી લેવાથી તેમનામાં તેવું આવી જાય એ પણ અચોક્કસ છે. પડવી લેવા કાંઈ ચાલ રમવી સહેલી છે પરંતુ પદવીને જીવનમાં ચરિતાર્થ કરવી ઘણી અઘરી છે. આ હકીકતને સમ્રાટ જેમ્સ બરાબર જનતા હતા.
               તેણે પોતાની વાત પોતાના એક અંગત સલાહકારને કહી કે આપણી પ્રજા આવક વેરો ભરવામાં ઘણી ગડમથલ કરે છે. એક એવો નુસખો અજમાવીએ કે જેથી લોકોને સંતોષ થાય અને સામેથી લોકો પોતાની મહત્વની આવક આપણી રાજતિજોરીમાં ભરપાઈ કરવા આતુર થાય. આ વાત સલાહકારને ખુબ ગમી ગઈ અને સાથે મળી એક તરકીબ શોધી કાઢી. આ તરકીબ ધનવાનોને ખુબ અનુકુળ આવી અને સામે ચાલી ધનવાનો પોતાની મિલકત સમ્રાટ જેમ્સની તિજોરીમાં ઠાલવવા લાગ્યા.
              લંડનના સમ્રાટ જેમ્સે એવું નક્કી કર્યું કે યોગ્ય વ્યક્તિને લોર્ડનો કે ડ્યુકનો ઈલકાબ આપવો. આ ઈલકાબ જેને લેવો હોય તેની અમુક યોગ્યતા હોવી જોઈએ અને જે જે આ બન્ને પ્રકારના ઈલકાબ લેવા ઝંખતા હોય તેને તેને અમુક નિશ્ચિત સંપતિ ઉપહાર તરીકે રાજતિજોરીમાં અર્પણ કરવી. વળી એમ કહેવામાં આવ્યું હતું કે જેને જેને આ પુરસ્કાર લેવા હશે તેને તેને રાજસભામાં હજારો નાયકોની ઉપસ્થિતિમાં આ ઈલકાબો અપાશે પરંતુ એમને પ્રજાહિતમાં પોતાનું મહત્વનું યોગદાન આપવાનું રહેશે.
             માનવની સહજ પ્રકૃતિ છે કે પોતાની પાસે કાંઈક હોવું જોઈએ. માનવ કાંઈક પામવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા સામેથી તૈયાર થાય છે. થોડી સંપતી આપવાથી જો મોટો દર્જો મળતો હોય સમાજમાં પ્રતિષ્ઠા વધતી હોય તો એ તક કોઈ ચુકે નહી.
                એમ કહેવાય છે કે મર્યાદિત સમયમાં જ રાજતિજોરી ભરાઈ ગઈ! મિત્રો! મને એમ લાગે છે કે જયારે કોઈએ કાંઈક કાર્ય કરવું હોય તો ધનવાનોને કે વિદ્વાનોને અથવા પરમ સાધકોને કોઈ પણ રીતથી હકીકત સમજાવવામાં આવે તો એ કાર્ય સહેજે સહેજે પાર પડી જશે. બાકી સર્વત્ર કાંઈ જેમ્સની નીતિ અપનાવી એવું કાંઈ જરૂર નથી. જે સમયે જેમ્સે પગલું ભર્યું એ સમયે એ પગલું લેવું અત્યંત મહત્વનું હતું. જે રીતે તેણે પોતાનો વિચાર ચરિતાર્થ કર્યો અને રાષ્ટ્રને સમૃદ્ધ કર્યું બસ એજ રીતે જો નિયમ પ્રમાણે રહી આપણા જીવનને સમૃદ્ધ બનાવા પ્રયત્ન કરીશું તો આપણા ઈષ્ટદેવ અતિ પ્રસન્ન થશે.
સાભાર સ્ત્રોત : https://satsangapps.org