Wednesday, July 13, 2022

મંથન

મંથન

 મંથન.


એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. 

આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું. 

પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું. 

થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી. 

પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું. 

બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી. 

પછીના બે-ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે, પણ કોઈને ખબર ન પડી. થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા. 


બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયૂનિયન કાર્યક્રમ હતો. એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી, હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતોના પ્રોફેસર પાસે ગયો. તેણે પ્રોફેસરને કહ્યું, ‘મારા જીવન પર તમારું ઋણ છે. આજે હું જીવું છું તો તે તમારા જ કારણે.’ પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું, ‘સર, એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા. એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી, પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું. તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી.’


પ્રોફેસરે કહ્યું, ‘હું નહોતો જાણતો કે ઘડિયાળ તેં લીધી હતી. મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું નહોતો ઇચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે. જેથી તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય.’ આ સાંભળીને તે છોકરો નતમસ્તક થઈ ગયો. 


કોઈની ભૂલ ખબર પડવા પર તેનું અપમાન કરવું, નિંદા કરવી અને સજા આપવી સામાન્ય વાત છે, પરંતુ તેની ભૂલ માફ કરીને તેનું આત્મસન્માન બચાવવાની તક આપવી મહાનતા છે. 


મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં. 

માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે...


   *✍🏼 અજ્ઞાત...*


  *સંવેદના ના ઝરણાઓ 💟*🌟

Sunday, July 3, 2022

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

  

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

આજે આપણે સવારે છાપુ વાંચીએ ને તમે જાણવા મળે કે આટલા લોકો બેરોજગાર થઈ ગયા અને આટલી વસ્તુઓના ભાવ વધી ગયા !  મોટા ભાગના આવા સમાચાર વાંચી છાપુ મૂકી વિચારતા રહે છે કે જો આ જ રીતે બધા બેરોજગાર થતા રહે અને મોંઘવારી વધતી રહે તો કેટલો ખરાબ સમય આવશે ? પણ વાસ્તવિક જીવનમાં આવું નથી હોતું ! માનવી ગમે તે જગ્યાએ હોય તે પોતાની આવડતના જોરે કમાણી કરી જ લેતો હોય છે. અરે ! તમને નવાઈ લાગશે કે ઘણા લોકો તો ભિખારી બની કરોડપતિ બની ગયા છે બોલો ! ભીખ માંગવાની પણ એની કેટલી મોટી આવડત ! તો તમે પણ બેરોજગાર છો તો ચિંતા મૂકો અને પોતાની આવડત ઓળખો અને કમાણી શરૂ કરો ! આજે જમાનો ડિજિટલ થઈ ગયો છે ! લગભગ બધા કામ ઓનલાઇન થવા લાગ્યા છે ! ડિજિટલાઈશન થઈ ગયું છે ! આવા સમયે અમે પણ તમારા માટે આજે લઈ આવ્યા છીએ ડિજિટલ રીતે કમાણી કરવાનો રસ્તો ! ચાલો જાણીએ !

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો

આજે અમે આપના માટે એક એવી એપ્લિકેશન અને પ્લેટફોર્મ લઈ આવ્યા છીએ કે જેનાથી તમે પણ કમાણી કરી શકશો ! મોટા ભાગના લોકો ટિક ટોક , ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર કલાકો સુધી વિડિયો અને રિલ્સ જોયા કરતા હોય છે. શક્ય છે કે તમે પણ જોતા હશો ! પણ તમને નવાઈ લાગશે કે આ જે વિડિયો તમે જુવો છો એનાથી એ વિડિયો બનાવનાર અમે એપ્લિકેશન બનાવનાર બન્ને કમાણી કરતા હોય છે. પણ એમાં ઘણી સ્પર્ધા છે આથી તમે એમાં સરળતાથી કમાણી કરી શકતા નથી.  પણ આજે અમે આપના માટે તમે સરળતાથી કમાણી કરી શકો એ માટે ભારતની પ્રથમ એપ્લિકેશન લઈ આવ્યા છીએ જેનાથી તમે તમારી આવડત મુજબ વિડિયો બનાવી કમાણી કરી શકશો ! આ એપ્લિકેશનનું નામ છે
Riser App ! ચાલો જાણીએ કે આ Riser App શું છે અને તમે તની મદદથી કમાણી કઈ રીતે કરી શકો !

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 


RISER APP છે શું ?

તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે RISER APP છે શું ? તો આ એપ્લિકેશન ભારતની પ્રથમ હાઇપ્રલોકલ શોર્ટ વિડિયો એપ્લિકેશન છે જેના પર વીડિયો અપલોડ કરી તમે કમાણી કરી શકો છો ! ભારતની આ પહેલી એપ્લિકેશન છે જે ભારતીય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવી છે ! ભારતીય મહિલાઓ પાસે જે આવડત છે તેનો ઉપયોગ કરી પોતાની આવડત અને હુંનર ને પ્લેટફોર્મ આપવા માટે આ એપ્લિકેશન બનાવાઈ છે . તેનાથી તેઓ કમાણી પણ કરી શકશે !

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

RISER APP બનાવવાનો હેતુ

આપણાં ભારત દેશમાં લાખો લોકો એવા છે જે યોગ્ય લાયકાત ધરાવે છે , કૌશલ્ય વાળા છે પણ તેઓ પોતાની આવડત અને કૌશલ્ય થી કમાણી કરી શકતા નથી . આ લોકોનું જીવન ધોરણ નીચું છે ! તેઓ સ્વતંત્ર બને અને વ્યક્તિ તરીકે વિકસિત થાય એ દિશામાં આ એપ્લિકેશન મદદ કરે છે !

ભારતમાં આમેય લાખો ગૃહિણીઓ છે જે ઘરના કામકાજમાંથી નવરી જ નથી થતી અને બીજી સામજિક અને અન્ય મુશ્કેલીઓના કારણે આગળ વધી શકતી નથી. RISER APP  એપ્લિકેશન આ તમામની બાધાઓ દૂર કરી એમની સ્થિતિ કોઈપણ પણ હોય તેમને તેમનું કૌશલ્ય દેખાડવા મંજ પ્રદાન કરે છે. જ્યાં તેઓ કૌશલ્યનો ઉપયોગ કરી ભારતીય મહિલાઓને વધુ આત્મનિર્ભર , આત્મ વિશ્વાસુ અને આગળ વધવા માટે દરેક પગલે માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે !

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

RISER APP થી બનાવનાર ને કમાણી કઈ રીતે થશે ?

અહી સુધી આપણે આ એપ્લીકેશનનાં ધ્યેય વિશે જાણ્યું પણ જ્યાં સુધી લોકોને કોઈ કમાણી નાં થાય ત્યાં સુધી એ બધું સપના જેવી નિર્થક જ કહેવાય ! આથી હવે આપણે એ જાણીએ કે લોકો પોતે અહી વિડિયો બનાવી કમાણી કઈ રીતે કરશે ? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે તમારે પણ RISER APP થી કમાણી કરવી છે તો તમારે શુ કરવુ પડશે ?

સ્ટેપ ૦૧ – સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે! ત્યાં તમારા એક CREATOR તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે !

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

સ્ટેપ ૦૨ – જેવી એપ્લિકેશન ખુલશે કે તમારે તેને DOWNLOAD કરી લેવાની છે ! ત્યારબાદ તમારી પાસે જે આવડત કે કૌશલ્ય છે તેનો એક શોર્ટ વિડિયો બનાવીને RISER APP પર અપલોડ કરવાનો છે ! હવે તમને પ્રશ્ન છે કે ભાઈ આ આવડત તો ખરી પણ કઈ કઈ આવડત ને કૌશલ્યના વિડિયો અપલોડ કરી શકાય જે આ એપ્લિકેશન પર વેલિડ છે ! તો અહી અમે એ કૌશલ્યો નું લીસ્ટ આપીએ છીએ જેમાં તમે નિપુણ છો તો તમે પણ વિડિયો અપલોડ કરી કમાણી કરી શકો છો !

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

  • આરોગ્યસાર સંભાળ
  • ત્વચાની જાળવણી
  • રસોઈ
  • નૃત્ય
  • યોગ
  • ઓનલાઇન કમાણી
  • શેર માર્કેટ
  • નખ કળા
  • મહેંદી ડિઝાઇન
  • સોશિયલ મીડિયા માર્કેટિંગ
  • ગાયકી
  • કેશ કળા
  • માનસિક સ્વાસ્થ્ય
  • ધ્યાન
  • આર્ટસ અને ક્રાફટ
  • સંગીત
  • જ્યોતિષ
  • ચિત્રકલા
  • નાણાં વ્યવસ્થાપન
  • સુખ સમૃદ્ધિનાં ઉપાય
  • ઘરેણા ડિઝાઇન
  • મેકઅપ
  • સુથારી ..વગેરે
  • Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

    ૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

વધું ડિટેલ માં માહિતી નિચે મુજબની પીડીએફમાંથી મેળવી શકો છો !

તો RISER APP ની મદદથી કમાણી કઈ રીતે કરવી એની માહિતી આપને મળી ગઈ હશે એવી આશા રાખીએ છીએ ! છતાં કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી શકો છો અથવા નીચે આપેલ સંપર્ક પર મદદ માંગી શકો છો !

RISER APP ની ઓફિશિયલ મદદ માટેની માહિતી

Contact Us
+919993981330
Support@riserapp.in

Riser App પર તમારું રજીસ્ટ્રેશન અહીથી કરો 

૧૦ દીવસ પછી Riser App લોન્ચ થાય ત્યારે વીડીયો બનાવી કમાણી કરી શકશો 

Saturday, November 7, 2020

NMMS પરીક્ષા 2020ની તમામ માહિતી /NMMS પરીક્ષા માળખું/NMMS પરીક્ષા અભ્યાસક્રમ

NMMS પરીક્ષા 2020ની તમામ માહિતી /NMMS પરીક્ષા માળખું/NMMS પરીક્ષા અભ્યાસક્રમ

 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો


   વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી કેટલીક ઓનલાઇન ખરીદી શકાય તેવી બુકની Amazonની લિંક આપવામાં આવેલી છે. જે મિત્રો ઘેર બેઠા જ બુક મંગાવવા માંગે છે તેઓ નીચેની લિંક પરથી ખરીદી શકશે.       

નોંધ : ઓર્ડર કરતાં પહેલાં આપે ચેક કરી લેવું આપના વિસ્તારમાં AMAZON ની ડિલિવરી થાય છે કે કેમ? જો ના થતી હોય તો આપ આપના સગાંવહાલાં જે જાણીતા મિત્રો જેમના ત્યાં ડિલિવરી મળતી હોય તેમના સરનામાં પર મંગાવી શકશો. 


 અહીં આપને શોધીને માત્ર લિંક આપવામાં આવશે. બાકીના તમામ પ્રશ્નો માટે Amazon નો  સંપર્ક કરવાનો રહેશે

 અમે માત્ર આપને લિંક શોધી આપીએ છીએ જેથી આપ સરળતાથી ઓર્ડર કરી શકો.


NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here


NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here


*NMMS પરિક્ષા માટે અલંકાર પબ્લીકેશનની બુક📚*


N.M.M.S. પરિક્ષા તૈયારી માટે બેસ્ટ બુક👌

1 બુકની કિમત માત્ર રૂ. 80

5 બુકની ખરીદિ પર કુરીયર ચાર્જ ફ્રી💥

5 બુકની ખરીદ કિમત રૂ. 399

*5 બુકનો ઓર્ડર કરવા નીચેની લીંક પરથી ઓર્ડર કરવો👇*

ખરીદવા અહીં જ ક્લિક કરો

--------------------------------------------------

📚 1 બુકની ખરીદિ પર કુરીયર ચાર્જ રૂ. 15 અલગથી રહેશે.

કિમત  રૂ. 80 +15 રૂ. કુરીયર ચાર્જ

*નેટ ઓનલાઈન ખરીદ કિમત રૂ. 94*

👉 NCERT ના નવા અભ્યાસક્રમ મૂજબ અભિયોગ્યતા કસોટી

👉 2019 નુ પેપર + આદર્શ પેપર

*ઓનલાઈન ખરીદવા માટે⤵*

અહીં ક્લિક કરો


NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


NTSE પરીક્ષા માટેની બુક ખરીદવા માટેની લિંક Click here


જવાહર નવોદય વિદ્યાલય પ્રેકટીસ વર્કબુક Click here


જવાહર નવોદય માટે 3 બુકો હિન્દીમાં હિન્દી મીડીયમ માટે jawahar navoday in hindi book Click here



વિદ્યાર્થીઓ માટે નવી બુક આ પોસ્ટમાં મુકવામાં આવશે તો મુલાકાત રહેતા લેજો.


                      NMMS પરીક્ષા માટે ઘણા બધા મિત્રો પૂછતાં હોય છે કે NMMS પરીક્ષા 2020માં શુ તૈયાર કરવું જોઈએ? ઘણા શિક્ષક મિત્રોને મનમાં પ્રશ્ન હોય કે NMMS પરીક્ષા 2020માં બાળકો સારી રીતે પાસ કરે તે માટે કયું સાહિત્ય વાંચવું જોઈએ? આપના વિદ્યાર્થીઓને NMMS પરીક્ષા 2020માં સારા ગુણ મેળવવા હોય તો બજારમાં ઘણી બધી બુક છે પણ અહીં સારી જે બુક છે NMMS પરીક્ષા 2020 માટે, NMMS પરીક્ષા 2020માં પાસ થવા માટે આપને માટે બુક મુકેલી છે. આપ આ બુકનો અભ્યાસ કરી NMMS પરીક્ષા 2020 પાસ કરી શકશો. NMMS પરીક્ષા 2020માં આપ સારી સફળતાથી પાસ કરો એટલા માટે અહીં સારી NMMS ની બુકો મુકવામાં આવી છે. NMMS પરીક્ષા 2020માં ઘણા વિદ્યાર્થીઓને ઈચ્છા હશે કે તેઓ NMMS પરીક્ષા 2020 પાસ કરે અને મેરિટમાં આવે અને તેમને NMMS પરીક્ષા 2020માં મળતી શિષ્યવૃત્તિનો લાભ મળે. અહીં આપના માટે NMMS પરીક્ષા 2020 માટે શ્રેષ્ઠ બુક વિઝન NMMS બુક ખરીદી માટે લિંક આપવામાં આવેલી છે. આ NMMS પરીક્ષા 2020ની તૈયારી માટે આપને ખૂબ ઉપયોગી થશે.


NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here


NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here


NMMS અલંકાર પ્રકાશનની બુક   અહીં ક્લિક કરો

                          NMMS પરીક્ષા 2020 માટે આપ વિઝન NMMS ની આ બુક AMAZON પરથી ઓર્ડર કરી ઘેર બેઠા મંગાવી શકો છો. વિઝન NMMS બુક 2020ની અદ્યતન આવૃત્તિ AMZON પર મુકવામાં આવી છે. આપ જો વિઝન NMMS શ્રેષ્ઠ બુકની 2020ની NMMS બુક મંગાવવા માંગતા હોય તો તેની લિંક નીચે મુજબ આપવામાં આવી છે. આ લિંક પર જઈને વિઝન NMMS બુક 2020ની નવી આવૃત્તિની કિંમત પણ જાણી શકશો અને આપના ફોન દ્વારા ઓર્ડર પણ કરી શકશો.

NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here


NMMS પરીક્ષા 2020 માટે આપ સારી તૈયારી કર્યા બાદ પ્રેકટીસ કરવા માગતા હોય તો NMMS પેપર સેટ પણ મુકવામાં આવેલા છે. NMMS પરીક્ષા 2020માં પ્રેકટીસ કરવી ખૂબ જરૂરી છે. જો NMMS માં યોગ્ય પ્રેકટીસ કરવામાં ના આવે તો બાળકો NMMS પરીક્ષામાં સારા ગુણ મેળવી શકતા નથી. આથી NMMS પરીક્ષા 2020માં પ્રેકટીસ ખૂબ જરૂરી છે. તો NMMS પરીક્ષા 2020માં પ્રેકટીસ કરવા માટે બેસ્ટ બુક મુકવામાં આવી છે. જેને આપ ઘેર બેઠા મંગાવી શકો છો. આ NMMS 2020 પરીક્ષા માટે પ્રેકટીસ પેપર સેટ ખરીદવાની લિંક નીચે મુજબ છે.

NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here


NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


NMMS પરીક્ષા 2020 અંગે સંપૂર્ણ માહિતી :- 

                ;રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) નામની યોજના MHRD , NEW DILHI તરફથી અમલ મુકવામાં આવૈલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા તા : ૨૮/૦૨/૨૦૨૧ , રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદાર્થીઓની પસંદગી કરવા માટે NMMS  પરીક્ષા 2020 યોજવામાં આવશે. 

NMMS  પરીક્ષા 2020 માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા : ૧૯/૧૧/૨૦૨૦ થી તા : ૧૯/૧૨/૨૦૨૦ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે 


NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here


NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here


NMMS અલંકાર પ્રકાશનની બુક   અહીં ક્લિક કરો


NMMS પરીક્ષા 2020 શિષ્યવૃત્તિની રકમ તથા યુકવણીના નિયમો : 

પરીક્ષા શ્લ્લ વાર કૅટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ ! 1000 / લેખે વાર્ષિક રૂ ! ૧૨ooo / - મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

NMMS પરીક્ષા 2020 કોણ આપી શકે?

                           • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લો પંચાયત મલ્લનગરપાલિકા નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ તેવા વિદ્યાર્થીઓ N.M.M.S 2020ની પરીક્ષા આપી શકશે . 


NMMS પરીક્ષા 2020 માટે વાલીઓની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

 • તમામ કેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ ! 1,50,000 / -થી વધુ ના હોય તેવા જ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે.

NMMS પરીક્ષા 2020 માટેની ફી કેટલી?

જનરલ કેટેગરી અને ઓબીસીના વિદ્યાર્થીઓએ 70 રૂપિયા

પી. એચ. સી. એસ. સી એસટી કેટેગરી ના વિદ્યાર્થીઓને 50 રૂપિયા ફી ચુકવવાની રહેશે.


NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here


NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here


NMMS અલંકાર પ્રકાશનની બુક   અહીં ક્લિક કરો


NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


NMMS પરીક્ષા 2020 પ્રશ્નપત્રનો ઢાંચો


NAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો 90 ગુણ 90 મિનિટ નો સમય રહેશે.

SAT  શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નો 90 ગુણ 90 મિનિટ નો સમય રહેશે.


NMMS પરીક્ષા 2020નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

અભ્યાસક્રમ : 

• NAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે .


SAT શૌક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ -૭ અને ધોરણ -૮ ના ગણિત , વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે . ૦ ધોરણ -૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે . ૨ ધોરણ -૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસ ક્રમ રહેશે .


NMMS પરીક્ષા માટે વિઝન NMMS ની બુક Click here


NMMS પરીક્ષા 17 પેપર સેટ્સનું બુક Click here


NMMS અલંકાર પ્રકાશનની બુક   અહીં ક્લિક કરો


NMMS પરીક્ષા 2020 ઓફિશયલ નોટિફિકેશન પીડિએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


Thursday, November 5, 2020

GPSCની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીકે બુક્સ

GPSCની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીકે બુક્સ

 નમસ્કાર મિત્રો, 

   આજે દરેક યુવાન સારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતો હોય છે. એમાંય સરકારી નોકરી મેળવવા માટે ગુજરાતના લાખો ઉમેદવારો તૈયારીઓ કરતા હોય છે. જેમાં GPSC કેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવું હોય તો ખાસ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કરવો જોઈએ. જો યોગ્ય દિશામાં તૈયારી કરશો તો આપ જરૂર સફળ થશે.

   અહીં GPSCની પરીક્ષાની જે તૈયારી કરવા માંગે છે તે અને યોગ્ય સાહિત્ય જીકેના પુસ્તકો મેળવવા માંગે છે તેમના માટે ખાસ આ પોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં આપ સ્પર્ધાત્મક પરીક્ષા એમાં ખાસ કરીને GPSC જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી જીકેની બુક્સ ખરીદવાની લિંક આપવામાં આવે છે. જે Amazon પર જઈને કોરોનાકાળમાં ઘેર બેઠા મંગાવી સારી તૈયાર કરી શકે. આ બુક્સની યાદી નીચે મુજબ છે.


1. ગુજરાતી સારાંશ - click here 


2. GPSC વિવિધ પરિક્ષાઓના પ્રશ્નોનો સંગ્રહ - ICE

Click here


3. English for GPSC MAIN - Click here


4. માસ્ટર જીકે - click here 


5. GPSC અગાઉની પરીક્ષાના પ્રશ્નો  - લિબર્ટી 

Click here 


6. વર્ગ અને વર્ગ 2 માટે ભૂગોળનો અભ્યાસ

Click here


7. નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર ભરતી પરીક્ષા માટે 26 પેપર સેટ  Click here


8.


ટૂંક સમયમાં નવી બુક્સની link મુકવામાં આવશે.
















Monday, November 2, 2020

ગુજરાતી બેસ્ટ વાંચવાલાયક પુસ્તકો ઓનલાઇન ખરીદો અને જુઓ શ્રેષ્ઠ પુસ્તકોની યાદી

ગુજરાતી બેસ્ટ વાંચવાલાયક પુસ્તકો ઓનલાઇન ખરીદો અને જુઓ શ્રેષ્ઠ પુસ્તકોની યાદી

 ગુજરાતી બેસ્ટ વાંચવાલાયક પુસ્તકો ઓનલાઇન ખરીદો શ્રેષ્ઠ પુસ્તકોની યાદી 


                    નમસ્કાર મિત્રો જે મિત્રોને જુદા જુદા શ્રેષ્ઠ પુસ્તકો વાંચવાનો શોખ છે એમના માટે ખાસ નીચે વિવિધ બેસ્ટ પુસ્તકો ઓનલાઇન ખરીદવા માટેની લિંક આપવામાં આવેલી છે. આ શ્રેષ્ઠ પુસ્તકો તમને કદાચ બજારમાં પણ નહીં મળે.


                    વાંચવાલાયક શ્રેષ્ઠ પુસ્તકો શોધીને ખાસ આપવામાં આવ્યા છે. જે ગુજરાતના બેસ્ટ પુસ્તકો કહી શકાય અને આપના ઘરના, શાળાના કે ઓફિસના પુસ્તકાલયમાં આવા શ્રેષ્ઠ પુસ્તકો આપ રાખી શકો. 

    અહીં આપવામાં આવેલા પુસ્તકો શ્રેષ્ઠ પુસ્તકો છે. આ શ્રેષ્ઠ પુસ્તકો આપના પુસ્તકાલયમાં રાખી શકો. આ શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો આપના ઘરમાં વાંચવા માટે રાખી શકો. આપ ઈચ્છો તો આપની શાળામાં પણ આ શ્રેષ્ઠ પુસ્તકો મંગાવી શકો અને વેચી શકો. આ બેસ્ટ પુસ્તકો આપના માટે મૂક્યા છે. આ શ્રેષ્ઠ પુસ્તકોની ખરીદી આપ ઓનલાઇન કરી શકો છો.

                     નીચે શ્રેષ્ઠ પુસ્તકોના નામની સામે તેની બાજુમાં click here લખેલ છે તેના પર ક્લિક કરતા આપ Amazon માંથી આ બેસ્ટ પુસ્તકો ખરીદી શકશો. અમે માત્ર આપને સારા પુસ્તકોની યાદી અને તેને ખરીદવાની લિંક આપીએ છીએ. ખરીદવા કે ના ખરીદવા એ આપ નક્કી કરી શકો છો. 


અવનવા વિવિધ શ્રેષ્ઠ પુસ્તકોની યાદી અને ખરીદવાની લિંક


1.પાવર ઓફ યોર સબકોનશીયન્સ માઇન્ડ - ડૉ. જોસેફ મરફી*

👉🏻Click here


2.દુનિયાને બદલી નાખનાર મહાન વક્તવ્યો*

👉🏻Click here


3.દુનિયા બદલનાર સ્વપ્ન દ્રષ્ટા - જ્યોર્જ ઇલીઅન*

👉🏻Click here


4.ભગવત ગીતા તેના રૂપે*

👉🏻Click here


5.શ્રી વિષ્ણુ પુરાણ - પરાસર સહિતા*

👉🏻Click here


6.સ્વામી વિવેકાનંદ એક નવી ઓળખમાં*

👉🏻 Click here


7.નેપોલિયન હિલ સફળતાનો માર્ગ*

👉🏻Click here


8.બેજામીન ફ્રેન્કલીનની આત્મકથા*

👉🏻Click here


9.અગનપંખ - એપીજે અબ્દુલ કલામ ની આત્મકથા*

👉🏻Click here


10.ચિંતા છોડો સુખથી જીવો

  Click here


11.માણસાઈના દિવા

Click here


12.ગર્ભસંસ્કાર જેવું વાવીશું તેવું લણીશું

Click here


13. પ્રેરણાત્મક વાર્તાઓ  101

Click here


14.ગુજરાતી બાળવાર્તાઓ

Click here


15.ભદ્રંભદ્ર  Click here


16.પ્રતિભાશાળી લોકોના કિંમતી વિચારો

Click here


16.ધ ગર્લ ઇન રૂમ 105 ચેતન ભગત ની પ્રખ્યાત બુક

Click here


17.મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ

Click here


18. વૈદ્યની વાર્તાઓ - કાજલ ઓઝા

Click here


19. મારી હકીકત. - કવિ નર્મદ Click here


20. હિમાલયનો પ્રવાસ - કાકા કાલેલકર

Click here


આગામી બેસ્ટ બુક્સ આ લિંક પર જ મુકવામાં આવશે. જોતા રહેજો અને આપના મિત્રોને શેર કરજો.






Thursday, July 23, 2020

આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, કે જ્યાં લોકો ખાય છે એક દેશમાં, અને સુવે છે બીજા દેશમાં

આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, કે જ્યાં લોકો ખાય છે એક દેશમાં, અને સુવે છે બીજા દેશમાં
*આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, કે જ્યાં લોકો ખાય છે એક દેશમાં, અને સુવે છે બીજા દેશમાં..*.

       આપણા દેશમાં એવા ઘણા ગામો છે જેમની સુંદરતા જોઈને લોકો ચોંકી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખરેખર વિશ્વનું સૌથી અનોખું ગામ કહી શકાય. અમે વાત કરી રહ્યા છીએ લોંગાવા ગામની, જે નાગાલેન્ડની રાજધાની કોહિમાથી 380 કિમી દૂર સ્થિત છે. આ ગામ તેની કુદરતી સુંદરતા માટે વધુ પ્રખ્યાત છે. જો કે, તેમાં એક અન્ય સુવિધા છે જે તેને બાકીના વિશ્વથી અલગ પાડે છે. ખરેખર, આ ગામના લોકો બે દેશના રહેવાસી છે. આ ગામના લોકો પાસે બે દેશોની નાગરિકતા છે.

                *આ ગામના લોકોને બે દેશની નાગરિકતા મળે છે*.           શું તમે ક્યારેય વિચાર કરી શકો છો કે તમારા પોતાના દેશમાં એક એવી જગ્યા છે જ્યાં લોકો કોઈ પણ પ્રતિબંધ વિના અન્ય દેશોમાં જઈ શકે? ના ના પરંતુ, આપણા જ દેશમાં એક એવું ગામ છે જ્યાં સ્થાનિક લોકો વિઝા વિના સરળતાથી બીજા દેશમાં જઈ શકે છે. આ ગામના લોકો પાસે બે દેશોની નાગરિકતા છે. 

           તમને જણાવી દઈએ કે લોંગવા ભારતની પૂર્વ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત છે. આ ગામ વિશેષ છે કારણ કે આ ગામની મધ્યમાં ભારત અને મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદ પસાર થાય છે. જેના કારણે અહીંના લોકોને બે દેશોની નાગરિકતા મળી છે. 

           _લોંગવા ગામ – એક ગામ, બે દેશ_.   નાગાલેન્ડ એ 7 રાજ્યોમાંથી એક છે. જેમાં 11 જિલ્લાઓનો સમાવેશ પૂર્વોત્તર ભારતની સાત સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. તેમાંથી, સોમ જિલ્લો રાજ્યના ઉત્તર ભાગમાં સ્થિત છે. સોમ જિલ્લાના મોટા ગામોમાંનું એક ગામ લોંગવા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત અને મ્યાનમાર વચ્ચેના આ ગામનો અડધો ભાગ ભારતમાં અને અડધો ગામ મ્યાનમારમાં આવે છે.   વિશેષ વાત એ છે કે લોંગવાના મધ્યમાં આંતરરાષ્ટ્રીય સરહદ પસાર થવા છતાં આ ગામના લોકોને બે દેશમાં વહેંચ્યા વિના બંને દેશોની નાગરિકતા આપવામાં આવી છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ અહીં 732 કુટુંબો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી 5132 છે.    *બે દેશોની સરહદ રાજાના ઘરની વચ્ચેથી પસાર થાય છે*.  અહીં કોનિયક નાગા આદિજાતિના લોકો વસે છે. જે અહીંના 16 જાતિઓમાં સૌથી મોટી આદિજાતિ છે. એક સમય હતો જ્યારે અહીંના કોનિયાક નાગા જાતિના લોકો માથાના ત્રાસ માટે પ્રખ્યાત હતા. આ જનજાતિના વડાને અંગા કહેવામાં આવે છે. કોનીયાક આદિજાતિનો એક ભાગ આસપાસના 75 ગામો પર શાસન કરે છે.    એટલે કે, આંગાનો શાસન મ્યાનમારથી અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરિત છે. જો કે સરકાર હવે આ ગામના વિકાસ પર ધ્યાન આપી રહી છે અને અનેક સરકારી યોજનાઓ દ્વારા અહીંના આદિવાસીઓને મુખ્ય ધારા સાથે જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સરકારે આ જનજાતિના બાળકોના શિક્ષણ માટે અનેક શાળાઓ પણ ખોલી છે. *આ માહિતી મે ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય ન્યુઝ માંથી અનુવાદ કરેલ છે* *લેખન  : મોજીલો ગુજરાતી  ટિમ.  સંપાદન~નરેન કુબાવત*

Monday, July 20, 2020

વાળો, તલનું તેલ અને દેશી ઘી: છોડ આયે હમ વો ગલીયાં! //રંગ છલકે - કિન્નર આચાર્ય* ('મુંબઇ સમાચાર'ની રવિ પૂર્તિમાં પ્રકાશિત)

વાળો, તલનું તેલ અને દેશી ઘી: છોડ આયે હમ વો ગલીયાં! //રંગ છલકે - કિન્નર આચાર્ય*  ('મુંબઇ સમાચાર'ની રવિ પૂર્તિમાં પ્રકાશિત)
*વાળો, તલનું તેલ અને દેશી ઘી: છોડ આયે હમ વો ગલીયાં!*

_લોકો તમને કહેશે કે, દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સ બંધ કરો, કહેવાતા નિષ્ણાતો કહેશે કે, ઘઉં તો ખવાય જ નહિ, ડાયેટિશિયન સલાહ આપશે કે, શિંગતેલ કે તલનું તેલ ન ખવાય, માત્ર પાણી જેવું પાતળું ડબલ રિફાઇન્ડ એડિબલ ઓઇલ જ ખાવું જોઈએ... સાવધાન! કોઈપણ વસ્તુ છોડતાં પહેલા આ લેખ અવશ્ય વાંચો..._

*રંગ છલકે - કિન્નર આચાર્ય*
('મુંબઇ સમાચાર'ની રવિ પૂર્તિમાં પ્રકાશિત)

તમારા ઘરમાં કે પરિવારમાં એંશી-નેવું વર્ષના કોઈ વડીલ હોય તો પૂછી જોજો: તેઓ જ્યારે સાવ નાનાં હતાં ત્યારે ઘરમાં રસોઈ માટે ક્યું તેલ ઉપયોગમાં લેવાતું? મોટાભાગનાં વડીલોનો જવાબ ‘તલનું તેલ’ હશે અને આજે આપણે કયું તેલ પેટમાં ઠાલવીએ છીએ? મલયેશિયાનું પામ ઓઈલ અને ગુજરાતનું કપાસિયાં તેલ! પામ ઓઈલનો એક અને એકમાત્ર ફાયદો એ છે કે, તેમાં બનેલું ફરસાણ લાંબા સમય લગી ખોરું થતું નથી. ટૂંકમાં કહીએ તો તેની શેલ્ફ લાઈફ વધુ છે. બીજું, એ મફતનાં ભાવમાં મળે છે. પણ, આ ફાયદાની સામે એનાં ગેરફાયદા અગણિત છે. કહો કે, એ શરીરનું ધનોતપનોત કાઢી નાખે છે, તેમાં બૅડ કોલેસ્ટરોલનું પ્રમાણ ભયાનક છે, હેલ્થ બૅનિફિટ્સ નહિવત્ છે અને કપાસિયાં તો આમ પણ પશુઓનો ખોરાક કહેવાય છે. આ આપણી ભવ્ય પ્રગતિ છે. તલ જેવાં પવિત્ર, ગુણકારી અને આશીર્વાદ સમાન તેલીબિયાંથી આપણે છેક કપાસિયાં જેવા પશુદાણ સુધી પહોંચી ગયા.

જાણકારો કહે છે કે, દસ વર્ષ જો કપાસિયાં તેલ ખાઓ તો હાડકાના સાંધા ખતમ થઈ જાય, અન્ય અનેક ગેરફાયદા અલગ. પામ અને કપાસિયાં તેલમાં કોઈ સ્વાદ પણ નથી, બિલકુલ બેસ્વાદ.?કદાચ એ સ્વાદિષ્ટ હોય તો આપણે એવું માની પણ લઈએ કે, લોકો સ્વાદનાં મોહને કારણે એ ઝોંટતા હશે. પણ અહીં તો ઊલટું છે. તલનું તેલ અત્યંત સ્વાદિષ્ટ છે, ગુણોથી ભરપૂર છે. તલને આપણાં શાસ્ત્રોએ પૂજાકર્મમાં પણ સ્થાન આપ્યું છે. કોઈ યજ્ઞમાં ક્યાંય કપાસિયાનો હોમ થતો હોય, એવું જોયું તમે? ક્યાંય પામના બિયાં હોમાય છે? ના. વડવાઓ જાણતાં હતાં કે કયા બિયાંનું તેલ ખવાય, કયા બિયાંનું તેલ ઔષધ તરીકે અમૃત છે અને ખોરાક તરીકે ઝેર છે, કયા બિયાંના તેલનો ઉપયોગ ઘઉં સાચવવા થાય અને શેનો માત્ર માલીશ માટે થઈ શકે.

બેશક તલનું તેલ મોંઘું છે. પણ, એ તો આપણા કારણે મોંઘું છે. આજે પણ તલનાં ઉત્પાદનમાં ગુજરાત આખા દેશમાં નંબર વન છે. ઘેર-ઘેર જો તલનું તેલ ખવાતું હોત તો ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા જ ન હોત. અગાઉ તો ખાદ્યતેલની વાત થાય ત્યારે એવું સમજી જ લેવું પડતું કે, તલનાં તેલ અંગે વાત થઈ રહી છે. પછી મગફળીનું તેલ અથવા તો શિંગતેલ આવ્યું. ત્યારે જે લોકો શિંગતેલ ખાતા તેનું સ્ટેટસ ડાઉન ગણાતું. લોકો માનતા કે, તેલ તો તલનું જ ખાવાનું હોય. કારણ કે, તલનાં તેલનો ઔષધિય ગુણો પણ પારાવાર છે. જો કે, મગફળીનું તેલ પણ પોષણથી અને ગુણોથી છલોછલ છે, સ્વાદમાં બેનમૂન છે. પણ, હલકું પામતેલ, કપાસિયાં તેલ અને જાતજાતનાં ડિસ્કો તેલ વેચવા તેની સામે એવો અને એટલો કુપ્રચાર થયો કે લોકો ડરી ગયા અને ક્રમશ: તેનો ઉપયોગ પણ ઘટતો ગયો અને આજે આપણે તેનાં વિકલ્પરૂપે સડેલું પામતેલ, કપાસિયાનું તેલ અને તોતિંગ કંપનીઓનાં બ્રાન્ડેડ ઍડિબલ ઓઈલ પેટમાં ઠાલવીએ છીએ. આ બ્રાન્ડેડ ડબલ રિફાઈન્ડ ઓઈલ પણ એક તૂતથી કમ નથી. કેટલાક મોંઘાદાટ બ્રાન્ડેડ ખાદ્યતેલોને અનેક પ્રકારનાં કેમિકલ્સ ઠાલવી ને પાતળા, પારદર્શક અને ચિકાશરહિત બનાવાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તેનાં અનેક ગુણધર્મો અને પોષકતત્ત્વોનો નાશ થાય છે. પણ ફેશન છે. ટેલિવિઝન ઍડવર્ટાઈઝમેન્ટની રૂપાળી પત્ની તમને કહે છે કે, તેનાં પતિનું હાર્ટ સ્વસ્થ રાખવા એ તેને આવું ઝેર ખવડાવે છે! અને આપણે માની પણ લઈએ છીએ. કહેનારી દીવાની નથી કારણ કે, તેને એ કહેવાનાં લાખો - કરોડો રૂપિયા મળે છે. આપણે ચોક્કસ જ દીવાના અને મૂર્ખ છીએ. કેમ કે, ગાંઠના પૈસે આપણે સોનાની જગ્યાએ કથિર ખરીદીએ છીએ અને પેટમાં ઠાલવીએ છીએ. મકાઈથી લઈને ચોખાના ફોતરાં અને પશુદાણનાં બિયાંના તેલથી બજાર ખદબદી રહ્યું છે. કેટલાં વર્ષો સુધી મૂર્ખ બનવું છે? જે વસ્તુ નિયમિત પેટમાં ઠાલવવી છે - તેનાં વિશે થોડો અભ્યાસ કરવાની આદત કેળવીએ. આજનાં સમયમાં ધનવાન વર્ગ માટે તલનાં તેલથી વિશેષ અને બાકીનાં વર્ગ માટે શિંગતેલથી વિશેષ બીજું કોઈ ખાદ્યતેલ નથી. એ પણ દેશી ઘાણીનું, માત્ર કપડાંથી ગાળેલું હોવું જોઈએ, રિફાઈન્ડ નહિ.

બહુ બધું ધુપ્પલ ચાલ્યું છે. માર્કેટના માફિયાઓ દરરોજ આપણા દિમાગમાં ઝેર ઠાલવતાં રહે છે. સાવધાન! એમની વાતો માનવી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આખો મુદ્દો યાદ આવવાનું કારણ છે, ગયા અઠવાડિયે આવેલા એક ન્યૂઝ સમાચાર કંઈ ફ્રન્ટ પેજ પર હેડલાઈન નથી બન્યા, અંદરના પેઈજ પર પણ દેખાયા નહિ. ટીવી પર પણ જોવા ન મળ્યા. ન્યૂઝ એ હતા કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે, દેશમાં ચોક્કસ સ્તરની નીચા ટીડીએસનું પાણી આવતા આર.ઓ. વોટર પ્યોરિફાયર પર તત્કાળ પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે, તેનાં કારણે જળમાં રહેલા પોષકતત્ત્વોનો નાશ થાય છે, ઘણાં મિનરલ્સ અને અન્ય તત્ત્વો ખતમ થઈ જાય છે. હવે ઠેઠ આપણી આંખ ઊઘડવાની શરૂઆત થઈ. જાણકારો બહુ વર્ષોથી કહેતા હતા કે, ઝાલાવાડ - કચ્છ જેવા વિસ્તારોમાં જ્યાં અતિશય ક્ષારયુક્ત પાણી આવતું હોય. ત્યાં કદાચ આર. ઓ. અનિવાર્ય હોઈ શકે. પરંતુ બાકીના વિસ્તારો માટે તો તેનું પાણી વિષ સમાન છે. બન્યું છે એવું કે, શહેરોમાં પણ ઘર-ઘરમાં આર. ઓ. પ્લાન્ટ ઘૂસી ગયા છે. બેવકૂફ લોકો કોઈ જ પ્રકારનાં અભ્યાસ વગર "સૌથી મોંઘું મશીન ખરીદવાની ખંજવાળમાં આ ભૂત ઘરમાં ઘાલી ચૂક્યા છે. સુપરરિચ લોકો હવે આલ્કલાઈન વોટર ફિલ્ટર ઈન્સ્ટોલ કરી રહ્યા છે. કારણ કે, એ દોઢેક લાખથી શરૂ કરીને ચાર લાખ સુધીનું મળે છે. સ્ટેટસ, યુનૉ!

અગાઉ ઘરનાં માટલાંમાં ‘વાળો’ (વેટિવર ગ્રાસ) નાંખતા આપણે. સુગંધ પણ તેની ભીની-ભીની રહેતી અને માટલાંના પાણીએ એ ‘વાળો’ ઓલમોસ્ટ આલ્કલાઈન વોટર જેવું ગુણકારી બનાવી દેતો. આજે હવે ‘વાળો’ અદૃશ્ય થઈ ગયો. મકાનોમાં અગાઉ વરસાદી જળનાં સંગ્રહ માટે વિશિષ્ટ વ્યવસ્થા થતી. કળી ચૂનો અને ફટકડી નાંખી ને તે પાણી આખું વર્ષ પીવાનાં ઉપયોગમાં લેવાતું. એ પણ ગયું. બધી જૂની બાબતો સારી જ હતી એવું નથી, પરંતુ સારી વાતોમાંથી મોટાભાગની આપણે ક્રમશ: છોડતાં ગયા, ભૂલતાં ગયા. આપણને કહેવામાં આવ્યું કે, ઘી તો ઝેર છે! બાઘાની માફક આપણે ઘી બંધ કરવા માંડ્યા અને ભયંકર નુકસાન કરતાં ડાલડા ઘી અથવા તો વેજિટેબલ ઘી તરફ વળ્યા! હવે દેશભરના નિષ્ણાતો સ્વીકારી રહ્યા છે કે, નિશ્ર્ચિત માત્રામાં લેવામાં આવે તો ઘી અમૃત છે! દેશના ખ્યાતનામ ડાયેટિશિયનો હવે સલાહ આપી રહ્યા છે કે, ડેઈલી ડાયેટમાં ઘીને અવશ્ય સ્થાન આપો.

મલ્ટિનેશનલ કંપનીઓએ આપણને કહ્યું કે, વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ ઈસ્તેમાલ કરો અને અરિઠા, શિકાકાઈ છોડો! આજે હવે એ જ કંપનીઓ અરિઠા અને આમળા અને શિકાકાઈયુક્ત શેમ્પુની કરોડોના ખર્ચે જાહેરાતો ટેલિવિઝન પર આપે છે. આપણે જ્યારે દાંત સાફ કરવા કોલસા કે નમકનો કે દાતણનો ઉપયોગ કરતા ત્યારે તોસ્તાન કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા-મશ્કરી કરતી હતી. હવે, દરેક મલ્ટિનેશનલ કંપનીઓ કરંજ, બાવળ, લવિંગ વગેરેનો અર્ક નાંખીને ટુથપેસ્ટ બનાવે છે! તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને દરરોજ આપણને પૂછે છે કે, "આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ? હમણાં એક નવું તૂત નીકળ્યું છે: વ્હિટ બેલી. કોઈ એક ઘનચક્કર સંશોધકે તારણ આપ્યું કે, ઘઉંને કારણે પેટ વધે છે, તેમાં રહેલા ગ્લુટેનને કારણે ફાંદ વધે છે. કહેતા ભી દિવાના, સુનતા ડબલ દિવાના. કોઈ ધાનથી એમ પેટ વધતું નથી. માપમાં લો ત્યાં સુધી કશું જ ઝેર નથી. બેશક, બાજરો, જુવાર, મકાઈ જેવા જાડા ધાનનો મહિમા અપરંપાર છે. પણ, તેનો મતલબ એ નથી કે, ઘઉં નકરું નુકસાન કરે છે. સાવધાન રહો, આવા કુપ્રચારથી બચો. આપણી ફુલકા રોટલી જેવી સુપાચ્ય અને પોષક બ્રેડ આખી દુનિયામાં બીજી એકપણ નથી. આવો જ એક ટ્રેન્ડ ચાલ્યો છે: વિગન બનવાનો. વિગન એટલે દરેક ડેરી પ્રોડક્ટનો નિષેધ. દૂધ, દહીં, છાસ, માખણ, ઘી, ચીઝ, પનીર.... કશું જ નહિ લેવાનું. ભારતીયો માટે આ કોન્સેપ્ટ બેવકુફીથી વિશેષ કશું જ નથી. કારણ કે, પશ્ચિમમાં આ આઈડિયા પશુઓ પર અત્યાચાર રોકવાની ચળવળના ભાગરૂપે છે. ભારતનું ગોપાલન ક્રુરતાથી જોજનો દૂર છે. અહીં તો ગોપાલક જે-તે ગાયને નામથી ઓળખે છે, ગાય અથવા ભેંસ તેની સખી હોય છે. અહીં ક્રુરતા જેવી કોઈ વાત જ નથી. બીજું, દૂધ-દહીં, ઘી અને પનીરનું આપણી ડિશમાં આગવું સ્થાન છે. એનો મહિમા અને મહત્વ આપણે જાણીએ છીએ. યાદ રાખજો, આજથી પાંચ-દસ વર્ષ પછી આપણે લોકોને વિગનમાંથી ફરી વેજિટેરિયન બનવા ઝુંબેશ કરતા હોઈશું. અગાઉ અનેક બાબતોમાં આવું જ બન્યું છે. મૂર્ખ ન બનો, વેજિટેરિયન બનો, વિગન બનવું એ મુર્ખતા છે.

દેશી અને વેસ્ટર્ન કંપનીઓએ આપણને ઉપદેશ આપ્યો કે, નમકમાં આયોડિન અનિવાર્ય છે. તેમણે શેરીમાં નમક વેચવા આવતા ફેરિયાઓની લારીઓ બંધ કરાવી. ફેરિયાઓ ભંગારની સામે નજીક જોખી આપતાં, કંપનીઓએ તગડો ભાવ નક્કી કર્યો. મારો સવાલ તો એ છે કે, દરિયાઈ મીઠું - સી સૉલ્ટ ખાવાની જરૂર જ શી છે? આયુર્વેદમાં પણ સિંધાલૂણનો મહિમા છે, હિમાલયન પિન્ક સોલ્ટ તરીકે ઓળખાતું ગુલાબી નમક પણ ગુણમાં બેજોડ છે. મેં તો સગી આંખે યુરોપિયનોને ત્યાંના સુપરસ્ટોરમાં સો-બસો ગ્રામની ડબ્બી માટે ત્રણ-ચાર યુરો (ત્રણસો - ચારસો રૂપિયા) હસતાં - હસતાં ચૂકવતાં જોયા છે. અહીં એ પહાડી નમક એકસો રૂપિયાનું કિલો મળે છે અને સિંધવ નમક પચાસ-સાંઠ આસપાસનું. પણ આપણને તબિયત સારી રાખતા આપણા આવા દેશી નમકમાં રસ નથી, બ્લડપ્રેશર હાઈ કરી નાંખતા બ્રાન્ડેડ દરિયાઈ નમક આપણે હોંશે-હોંશે ખરીદીએ છીએ.

ઉદાહરણોની અછત નથી, એક શોધશો તો હજાર મળશે. ચોખાના પૌઆ છોડ્યા આપણે અને કૉર્નફ્લેક્સ ઝાલ્યા. પૌઆ જેવો હળવો અને નિર્દોષ એકેય નાસ્તો નથી. પણ આપણને કહેવામાં આવ્યું કે, બાળકો જો આ કૉર્નફ્લેક્સ ખાશે તો અરબી ઘોડાં જેવા તંદુરસ્ત બની જશે. જાણે પૌઆ - મમરા ખાઈને આપણાં બાળકો લુલાં - લંગડા બની ગયા હોય! આપણને કહેવાયું છે કે, ‘ઈન્ડિયન કરી ઈઝ ટુ સ્પાઈસી...’ હવે જગત આખું એ જ ભારતીય હર્બ્સ પાછળ ઘેલું છે. એ જ તજ - લવિંગ, મરી-મસાલા, હળદર, મરચું, અજમો, જાયફળ અને જાવંત્રીનો ઔષધિય મહિમા હવે બધા જ સ્વીકારે છે. કોરોના કાળમાં પણ આ જ આપણાં મસાલા હવે ઔષધ તરીકે કારગત નિવડી રહ્યાં છે. આપણે સદીઓથી રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ, હવે આપણને કહેવામાં આવે છે કે, હળદર ખાઈએ તો અલ્ઝાઈમરથી મહદ અંશે બચી શકીએ. વૈજ્ઞાનિક પરીક્ષણો નહોતા થયા ત્યારે પણ આપણે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. હવે મેડિકલ સાયન્સ કહે છે કે, તેમાં કરક્યુમિન નામનું એક ચમત્કારિક તત્ત્વ છે - જે મોટાભાગના વાઈરસ, બેક્ટેરિયા અને ફંગસ સામે જબરજસ્ત પરિણામ આપે છે.

અમારા રાજકોટમાં વર્ષો પહેલાં અઠવાડિયે એક વખત એક વૈદ્યરાજ આવતા. ટોકન ચાર્જ લઈને તેઓ નાની-મોટી બીમારીનો ઈલાજ સૂચવે. એમની સારવાર પણ એકદમ યુનિક. આપણા રસોડામાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જ દવા તરીકે સૂચવે. કોઈને અજમો લેવાનું કહે, કોઈને મેથી તો કોઈને વરિયાળી, તજ-લવિંગ, એલચી, જાયફળ કે ધાણાજિરુ. લોકો તેમને ‘રસોડાં વૈદ્ય’ તરીકે જ ઓળખતા. આપણું રસોડું સ્વયં એક ઔષધ કેન્દ્ર હતું, આપણે તેને રોગોનું ઘર બનાવી દીધું. ફ્રોઝન ફૂડ, પ્રિઝર્વેટિવ ધરાવતા ખાદ્યપદાર્થો અને જાતજાતનાં ફાલતૂ સૉસ આપણાં ભોજનનો હિસ્સો બન્યા. અસલી વસ્તુઓ વિસરાતી ગઈ અને સિન્થેટિક પદાર્થો ઘૂસતા ગયા. જરા વિચાર કરો, કહેવાતી ચાઈનીઝ ડિશમાં ચિલી સોસ, ટોમેટો સોસ, ગાર્લિક સોસ વગેરે ઠલવાય છે. સવાલ એ છે કે, શું આપણી ચટણીઓ એ ફ્રેશ સોસ જ ન ગણાય? આપણે લસણની, મરચાંની, આદુની, કોથમીર - ફુદીનાની ફ્રેશ ચટણીઓ બનાવી જાણીએ છીએ. આ બધી ચટણીઓ એક પ્રકારે એપેટાઈઝરનું કામ પણ કરે છે અને ઔષધનું પણ કરે છે. આપણને આવા છ-બાર મહિના પહેલા બનેલા અને ભરપૂર કેમિકલ્સ ધરાવતા હાનિકારક સોસની કોઈ જ આવશ્યકતા નથી. પણ, હૈસો હૈસો ચાલ્યા કરે છે. બદામ - પિસ્તાવાળું દૂધ બાળકોને આપવાને બદલે હવે આપણે ટીનપેક ફૂડ સપ્લીમેન્ટ આપીએ છીએ, ચિક્કાર ફળો ઉપલબ્ધ હોવા છતાં માત્ર ૨૫ ટકા ફળોનો રસ ધરાવતા ટેટ્રા પેક ખરીદીએ છીએ. આપણા ગામના પાદરે સરગવો સાવ રેઢો ઊભો હતો, વડવાઓ તેનાં પાનમાંથી થેપલાં, મુઠિયાં અને સબ્જી બનાવતાં. એ બંધ કર્યું. આજે એ જ પાંદડાનો પાવડર બે-ત્રણ હજાર રૂપિયે કિલો ખરીદીને ગળચીએ છીએ. કારણ કે, હવે તો નિષ્ણાતો તેનાં ગુણગાન ગાય છે! યાદ રાખજો, આપણાં વડવાઓ કરતાં મોટા નિષ્ણાતો બીજા કોઈ નહોતા, કોઈ નથી.

*-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*