બિરબલ સ્વર્ગમાં જાય છે…
બિરબલ ખૂબ ચતુર અને શાણો હતો તથા બાદશાહનો માનીતો હતો તેથી બીજા દરબારીઓ તેની બહુ જ અદેખાઈ કરતા અને તેને નીચો બતાવવાનો કોઈ ને કોઇ રસ્તો શોધી કાઢતા.
એક દિવસ બધા દરબારીઓએ ભેગા થઈને બિરબલને ફસાવવાનો ઉપાય શોધી કાઢ્યો.એક દિવસ રાજાના હજામ કે જે બિરબલની બહુ અદેખાઈ કરતો હતો તેણે એક ઉપાય શોધ્યો.તે સવારે રાજાની હજામત કરવા ગયો ત્યારે તેની દાઢી કાપીને સરખી કરતાં કરતાંબોલ્યો;”હજૂર,ગઈકાલે રાત્રે મને સપનામાં તમારા પિતા આવ્યા.” અકબરને વાતમાં રસ પડ્યો. તે બોલ્યો;”મારા પિતાએ તને શું કહ્યું?” હજામે તરત તક ઝડપી લીધી અને બોલ્યો;”તેમણે કહ્યું કે અહીં સ્વર્ગમાં બીજી કોઈ વાતની તકલીફ નથી પણ કોઈ ચતુર,શાણો અને પાછો રમુજી માણસ અહીં નથી એટલે ખૂબ કંટાળો આવે છે.જો અકબર બાદશાહ આવા કોઈ માણસને અહીં મોકલી આપે તો સારૂં”રાજા તો બહુ જ ઊંડા વિચારમાં પડી ગયો.”કોને અહીંથી મોકલી શકાય?” તેણે બધાનો વિચાર કરી જોયો પણ બિરબલ સિવાય કોઈ તેની નજરમાં આવતું ન હતું. વળી તેને ખબર હતી કે આ માટે બિરબલે મરવું પડે…આવા વિચાર કરીને તે ખૂબ દુઃખી થઈ ગયો.આવા શાણા અને ચતુર માણસને ગુમાવવાનો તેનો જીવ ચાલતો ન હતો પણ તે પોતાના પિતાને ખૂબ ચાહતો હતો.છેવટે તેણે પોતાના મનને મજબૂત કરીને બિરબલને સ્વર્ગમાં મોકલવાનું નક્કી કર્યું.તેણે બિરબલને બોલાવ્યો અને કહ્યું;”બિરબલ,હું માનું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે તુ કોઈ પણ વસ્તુનો ભોગ આપવા તૈયાર છે ખરુ ને?”બિરબલે રાજા શું કહે છે તે સમજવા પ્રયત્ન કર્યો પણ તે સમજી ના શક્યો.તેણે કહ્યું;”હા, નામદાર, “રાજા બોલ્યો;”બિરબલ, તારે મારા વહાલા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે.ત્યાં તેમને ખૂબ એકલું લાગે છે.બિરબલ સમજી ગયો કે આ તેને ફસાવવાનું અને મારી નખાવવાનું કોઈનું કાવતરૂં છે.” તેણે નમ્રતાથી કહ્યું;”જહાંપનાહ, હું આપ કહો તેમ કરવા તૈયાર છું પણ મારે સ્વર્ગમાં જવાની તૈયારી કરવા થોડો સમય જોઈશે.” અકબર તો રાજી થઈ ગયો. તે બોલ્યોઃ”જરૂર,તું મારું આટલું મોટું કામ કરવા તૈયાર થયો છે તો હુ તને તૈયારી માટે એક અઠવાડિયાનો સમય આપું છું.” હવે બિરબલને ચિંતા થવા લાગી.તેને ખબર પડી ગઈ કે કોઈએ બહુ વિચારીને કાવતરૂં બનાવ્યું છે અને પોતે તેમાંથી છટકી શકે તેમ નથી.તેણે તો બહુ જ વિચાર કર્યો અને છેવટે તેને ઉપાય મળી ગયો.તેણે પોતાન ઘર પાસે એક ઊંડૉ ખાડો ખોદ્યો જે તેની પોતાની કબર તરીકે કામ લાગી શકે અને તેમાંથી એક ઊડું ભોંયરૂ બનાવ્યું જેનો બીજો છેડો તેના ઘરના એક રૂમમાં ખૂલતું હતું.આટલું કર્ય પછી તે દરબારમાં રાજા પાસે ગયો અને બોલ્યોઃ”હજૂર, હવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું પણ મારી બે શરતો છે.” અકબર તો બિરબલની સ્વર્ગમાં જવાની વાતથી જ એટલો ખૂશ થઈ ગયો કે તેને ખ્યાલ ના આવ્યો કે બિરબલ કોઈ વિચિત્ર શરતો પણ મૂકી શકે છે.તેણે પૂછ્યું;”તારી કઈ બે શરતો છે?મને જલદી કહે જેથી તું ઝડપથી સ્વર્ગમાં જઇ શકે અને મારા પિતાની ઈચ્છા પૂરી કરી શકે.” બિરબલે કહ્યું;”નામદાર, પહેલી શરત છે કે મને મારા ઘર પાસે જ દફનાવવામાં આવે અને બીજી શરત છે કે મને જીવતો દફનાવવામાં આવે જેથી હું સ્વર્ગમાં જીવતો જ જઈ શકું અને તમારા પિતાજીને આનદથી સાથ આપી શકું.” અકબરને આ શરતો વ્યાજબી લાગી. બીજે દિવસે બિરબલને તેના ઘર પાસે ખાડામાં જીવતો દાટવામાં આવ્યો.અલબત્ત,તે ભોંયરા વાટે પોતાના ઘેર પહોંચી ગયો.પછી તે રોજ રાત્રે છુપા વેશે રાજ્યમાં ફરવા લાગ્યો અને શોધી કાઢ્યું કે આ કાવતરૂં કાણે ઘડ્યું હતું.આ રીતે તે છ મહિના ઘરમાં જ રહ્યો.તેણે દાઢી અને માથાના વાળ વધાર્યા હતા.છ મહિના પછી તે ખૂબ વધી ગયેલા વેરવિખેર વાળ અને લાંબી,ઠેકાણા વગરની દાઢી સાથે બહાર નીકળી,રાજાના દરબારમાં પહોંચ્યો.તેને કોઈ ઓળખી ના શક્યું. માંડ માંડ તે પરવાનગી મેળવી અંદર દાખલ થયો.તેણે રાજાને પોતાની ઓળખાણ આપી. આ જોતાં જ રાજા બૂમ પાડી બોલી ઉઠ્યો;”બિરબલ, તું ક્યાંથી આવ્યો? તું તો સ્વર્ગમાં ગયો હતો ને?”બિરબલ બોલ્યો;”નામદાર, હું અત્યાર સુધી તમારા પિતાજી સાથે જ હતો.મેં તેમની સાથે સરસ રીતે સમય વીતાવ્યો.તે મારી સેવાથી બહુ જ ખુશ થયા અને અહીં આવવાની ખાસ રજા આપી.” અકબરને પોતાના પિતા વિષે જાણવાની ખૂબ તાલાવેલી હતી તે બોલ્યો;” તેમણે મારા માટે કાંઇ સંદેશો મોકલ્યો છે?”બિરબલ બોલ્યો;”હા, જહાંપનાહ, તેમણે કહ્યું કે બહુ ઓછા હજામો સ્વર્ગમાં જઈ શકે છે.” તમે મારી વધી ગયેલી દાઢી અને ખરાબ થઈ ગયેલા વાળ જોઈને સમજી જ જશો કે ત્યાં હજામની કેટલી તકલીફ છે? આથી તેમણે કહ્યું છે;”અકબરની હજામત કરતો હોય તે હજામને તાત્કાલિક જો સ્વર્ગમાં મોકલો તો સારૂં” આપ આમ કરશો તો જ તમારા પિતાની તકલીફ દૂર થશે. અકબર બધું સમજી ગયો. તેણે બિરબલની ચતુરાઈ અને સમજણના ખૂબ વખાણ કર્યા. અનેક કિંમતી ભેટ સોગાદો આપી અને હજામને બોલાવી, તેનો ગુનો કબૂલ કરાવી, સખત શિક્ષા કરી.
Thanks baldevpuri blog

No comments:
Post a Comment