Wednesday, March 30, 2016

CHALTO FIRTO FARISTO EK SUNDAR PRASANG

          પ્રસંગ પરિમલ

             ચાલતો ફરતો ફરિશ્તો
 ચંપારણમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો તે દિવસોની વાત છે. ગાંધીજીની સત્યાગ્રહીઓની સેનામાં જેમનામાં આત્મિક બળ હોય તે માણસ જોડાઇ શકતા હતા. આ સત્યાગ્રહીઓમાં કુષ્ઠરોગથી પીડાતો એક ખેતી કરનાર મજૂર પણ હતો. તેના શરીરમાં ઘા હતા. તે તેના પર કાપડ લપેટીને ચાલતો હતો.

એક દિવસ સાંજે સત્યાગ્રહીઓ પોતાની છાવણીમાં આવી રહ્યાં હતા, પરંતુ પેલા કુષ્ઠરોગીથી બરાબર ચલાતું નહોતું. તેના પગ પર બાંધેલ પાટો ક્યાંય પડી ગયો હતો. ઘામાંથી લોહી વહી રહ્યું હતું. બધા લોકો આશ્રમમાં પહોંચી ગયા. બસ, માત્ર તે જ માણસ રહી ગયો.

પ્રાર્થનાનો સમય થયો. ગાંધીજીએ નજર ઉઠાવીને પોતાની ચારે તરફ બેઠેલા સત્યાગ્રહીઓ તરફ જોયું, પરંતુ તેમને પેલો માણસ દેખાયો નહી. ગાંધીજીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે પાછળ રહી ગયો છે.

ગાંધીજી ટોર્ચ લઇને તેની શોધમાં નીકળી પડયા. ચાલતા ચાલતા તેઓએ જોયું કે રસ્તામાં એક વૃક્ષની નીચે પેલો માણસ બેઠો છે. ગાંધીજીએ દુ:ખ સાથે કહ્યું, ''અરે ભાઇ, તમારાથી ચલાતું નહોતું તો મને કેમ કહ્યું નહિ ?''

ગાંધીજીનું ધ્યાન તેના પગ પર ગયું. તે લોહીથી લથપથ હતો. ગાંધીજીએ તરત જ પોતાની ચાદરને ફાડીને તેના પગ પર કપડું લપેટી દીધું અને તેને ટેકો આપીને આશ્રમમાં લઇ ગયા, તેના પગ ધોયા અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડીને પ્રાર્થના કરી.

ધર્મગ્રંથોમાં આપણે ફરિશ્તાઓની કથાઓ વાંચીએ છીએ કે જેઓ સંકટમાં ફસાયેલા લોકોની સહાયતા માટે દોડીને આવતા હતા. એક હસતો- ફરતો ફરિશ્તો વરસો સુધી આપણી વચ્ચે રહ્યો એ આપણું સૌભાગ્ય છે.thanks zagmag 

No comments:

Post a Comment