JANGLO NI HOLI
હોળીનો દિવસ હતો. જંગલના ઝાડપાન બધાં મસ્ત થઈને ડોલતાં હતાં. રંગબેરંગી ફૂલોની બહાર ખીલી હતી. મોટાં મોટાં ઝાડનાં લીલાં લીલાં પાંદડાઓ હસી રહ્યાં હતાં.
ત્યાં ધરતી ધમધમી ઉઠી. હસી ઊઠેલાં ઝાડપાન ઘડીભર તો સ્થિર થઈ ગયાં.
વનદેવીનો રથ ધીમે ધીમે નીચે ઉતરતો હતો. જંગલ ફરી હસી ઉઠયું. ચારે પાસ મધુર સંગીત લહેરી ઊઠયું. સોહામણાં ફૂલ ગાઈ ઉઠયાં. લીલાં વનદેવી પ્રસન્ન થયાં. ભર્યું ભર્યું જંગલ, રંગરંગીન ફૂલો, હવામાં મસ્તી, સુગંધ, વનદેવીને તો બધું બહુ ગમ્યું. એ તો રથમાં આગળને આગળ જાય છે. રંગોનો દરિયો ડહોળે છે.
અચાનક એને એક જગાએ રથ રોકવો પડયો. શું થયું? થોડી ચિંતા મનમાં સળવળી. શું થયું?
લીલીછમ વનરાજીમાં એક સૂકું ખખ ઠુંઠું હતું. સૂકું ખાસ્સું, જર્જરિત ખાસ્સું. એના પર એક પોપટ બેઠો હતો. જોતાંવેંત જ લાગતું હતું કે એણે કાંઈ ખાધુ-પીધું નથી. કેટલાય દિવસનો ભૂખ્યો છે. વનદેવીને અચરજ થયું. એણે દુ:ખી થતા પોપટને પૂછ્યું, 'તું અહીં શું કરે છે? આ સૂકી ડાળ પર? જંગલ આખું લીલુંછમ્મ છે, મઝાની ડાળીઓની ક્યાં ખોટ છે? અહીં બેસીને તું શું તપ કરી રહ્યો છે?'
પોપટે આદરપૂર્વક મસ્તક નમાવ્યું અને નમ્રતાથી બોલ્યો, દેવી એક સમય એવો હતો કે આ ઝાડ આખા જંગલમાં સહુથી સુંદર હતું. એની શીળી છાયામાં પશુઓ આવાસ કરતાં હતાં. એની સોહામણી ડાળીઓ પર પંખીઓ કિલ્લોલ કરતાં હતાં. એવી એક ડાળી પર મારો જન્મ થયો હતો. એ ડાળીઓમાં હું ઊડતાં શીખ્યો, અહીં મારું હંમેશાં સ્વાગત થયું છે ને આશ્રય મળ્યો છે. પણ... પોપટની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. થોડા દિવસ પહેલાં એક શિકારીનું ઝેરી તીર આ ઝાડને વાગ્યું. તીરના ઝેરથી આ ઝાડ મરવા પડયું. એ ઝાડે હંમેશાં મને સહારો આપ્યો છે એ પોતે આવી મુશ્કેલીમાં હોય ત્યારે હું એને કેવી રીતે છોડું?
વનદેવીનું દિલ ભરાઈ આવ્યું. 'અરે ભાઈ, માણસ પણ પોતાના મિત્ર માટે આવો પ્રેમ બતાવતો નથી.
તારી વફાદારીથી હું ખુશ થઈ છું. બોલ તારે શું જોઈએ?'
મારે તો આ ઝાડ ફરી જીવતું થાય એ જોઈએ. બીજું કાંઈ નહીં.
વનદેવીએ પોતાના સારથિને હુકમ કર્યો. ઝાડમાંથી પેલું ઝેરીલું તીર કાઢી લો. સારથિએ તીર કાઢી લીધું. જોતજોતામાં તો ઝાડ ખીલી ઊઠયું. કૂણા કૂંણા પાન, રંગીન ફૂલો, ખાસ્સી ઘટા.
પોપટ હવે એક ડાળથી બીજી ડાળ ઊડવા લાગ્યો. જંગલની હોળીમાં એક રંગ ઓર ઉમેરાયો.
વનદેવીનો રથ તો ત્યાંથી પસાર થઈ ગયો હતો.
From zagmag Gujarat samachar

No comments:
Post a Comment