રામ રાખે તેને કોણ ચાખે ! - હરીશ મણિયાર
એક ગામ, ગામમાં દુનિચંદની ફરસાણની દુકાન. દુનિચંદનો સ્વભાવ લોભી, કપટી, હલકા તેલમાં વસ્તુઓ તળે. ભાવ પૂરો લે. તોલ-માપમાં ઘાલમેલ કરીને ઘરાકને વસ્તુ ઓછી આપે. ગામવાળા લાચાર હતા. ગામમાં બીજી કોઈ ફરસાણની દુકાન હતી નહીં, પરિણામે દુનિચંદ મનમાની કરતો કોઈને ત્યાં પ્રસંગ હોય ત્યારે મીઠાઈ-ફરસાણ વગેરેનો ઓર્ડર દુનિચંદને જ કમને, પણ આપવો પડતો. સૌ મનમાં એમ વિચારતા કે, ''કોઈ બીજો જ્યારે દુકાન કરશે ત્યારે દુનિચંદના ડબલાં બેસી જવાનાં.'' અને થોડા વખત બાદ એ દિવસ આવી પહોંચ્યો.
અન્ય ગામેથી આવેલ રતનચંદે ફરસાણની દુકાન ખોલી. ભલો સ્વભાવ, નીતિથી ધંધો કરવાની નેમ, અને મીઠી બોલીને કારણે જોત-જોતામાં રતનચંદની દુકાન જામી ગઈ. દુનિચંદની દુકાને કાગડા ઊડવા લાગ્યા. રતનચંદ શેઠ તરીકે પંકાવા લાગ્યો. દુનિચંદના મનમાં ક્રોધ ઘૂંટાતો. ''આ રતનીયો ક્યાંથી આ ગામમાં આવી ચડયો. જો આમને આમ ચાલશે તો ભૂખે મરવાનો વારો આવશે. લોકો રતનીયાને ત્યાં જતા બંધ થાય તેવું કાંઈક કરવું પડશે. '' અને અડધા કલાકની મગજમારી બાદ કપટી દુનિચંદે કારસો ઘડી કાઢ્યો. કેવો હતો એ કારસો ?
દુનિચંદે નક્કી કર્યું કે, ''ઝેરી દવાનો પાવડર તૈયાર રાખવો. રાત્રીના કાળા અંધકારમાં એ પાવડર રતનચંદની દુકાનમાં જઈ, તૈયાર ફરસાણ ઉપર છાંટી દેવો, જે લોકો એ ફરસાણ ખાશે તેના તો રામબોલો ભાઈ રામ થઈ જશે. રતનચંદની બદનામી થશે. ઘરાકી તો ભાંગશે જ ઉલ્ટાનું પોલીસના ડંડા પડશે તે લટકામાં !'' પોતાની જ યુક્તિ પર ખુશ થઈ દુનિચંદ પોરસાયો, ''બેટમજી, હવે જો જે, તારી કેવી વલે થાય છે તે રતનીયા....'' પણ ત્યારે પોરસાઈ રહેલા દુનિચંદને ક્યા ખબર હતી કે, દરેક વખતે ધાર્યું નથી થતું...અણધાર્યું પણ બની જાય છે.
સમયના વહેણમાં દિવસો વહ્યા. પંદર દિવસ વિત્યા. લગ્નસરાની મોસમ આવી. રતનચંદને ફરસાણ-મીઠાઈની મોટી વરધી ગળી. દુનિચંદ દાઝે ભરાયો. પોતાનો કારસો અમલમાં મુકવાનો સમય આવી પહોંચ્યો હતો. લગ્નની મોસમને હિસાબે રતનચંદની દુકાને તૈયાર ફરસાણ અને મીઠાઇ વધારે પ્રમાણમાં રહેલી. વધારે ઘરાકીને પરિણામે આવક પણ ખૂબ થતી. રતનચંદ પાસે ઘણા રૃપિયા ભેગા થયા હતા. રતનચંદની દુકાન અને ઘર ભેગા જ હતા. ઘરથી દુકાને આવવા જવાની માથાકૂટ જ ન રહે. રતનચંદે દુકાનની ઉપર જ બે માળનું સરસ મકાન બાંધ્યું હતું. દુનિચંદે એક ડબામાં પાવડર ભરીને તૈયાર રાખ્યો. રાત્રી પડવાની રાહ જોવા લાગ્યો.
બીજે દિવસે ઉગવાના વાયદા સાથે પ્રભાકરે પાતાળમાં ડૂબકી મારી અવનિ પર, અંધકાર પોતાનો કબજો જમાવવા મક્કમતાથી આગળ વધી રહ્યો હતો. સમય સરતો ગયો. અંધારું ઘેરું બન્યું. આકાશે ટીંગાતો વદનો ચન્દ્રમાં નિસ્તેજ ભાસતો હતો. ગ્રામજનો જંપી ગયા. દુનિચંદની આંખોમાં ઊંઘ ન હતી. મધ્યરાત્રી થઈ. દુનિચંદ પોતાના ઘરની બહાર નીકળ્યો. હવે બન્યું એવું કે, તેજ વખતે એક ચોર ચોરી કરવાના ઇરાદે આ ગામમાં આવ્યો. રતનચંદ શેઠનું નામ તેને ખબર હતી તેની પાસે ઘણા રૃપિયા છે તેવી બાતમી તેને મળી હતી. ચોર રતનચંદને ત્યાં ચોરી કરવા ગામમાં પ્રવેશ્યો. દુનિચંદે, રતનચંદની દુકાનના પાછળના ભાગમાં જઈ. દુકાનમાં જવાનો પેંતરો રચ્યો હતો. જ્યારે બીજી બાજુથી ચોરે પણ આવું જ વિચાર્યું હતું.
બંને દુકાનની પાછળ વાડામાં ભેગા થઈ ગયા. દુનિચંદ તો ચોરને જોઈને ધૂ્રજ્યો. એણે વિચાર્યું, ''જો આ ચોર ચોરી કરવા આવ્યો છે ને કાંઈક અવાજ થશે ને હો હા થશે તો હું પણ પકડાઈ જઈશ.'' ચોરને પણ આવો જ વિચાર આવ્યો. આ માણસ પણ ચોરી કરવા આવ્યો હોવો જોઇએ. જો હોં...હા થશે તો હું મરાઈ જઈશ. બંનેની નજર મળી. પોતે શું હેતુથી આવ્યાં છે તે જણાવ્યું. ''ચોરે દાઢી ખંજવાળી, મારો બેટો આ તો મારો ય ગુરૃ નીકળ્યો.'' ચોરે કહ્યું. ''હું પહેલા ચોરી કરી લઉં પછી તું તારું કામ પૂરું કરજે.'' ધીમા અવાજે દુનિચંદ બોલ્યો. ''ના, પહેલાં હું મારું કામ પતાવી લઉં. પછી તારું કામ તું પતાવજે.'' બંનેને એમ કે, ''પેલો સાવચેતી નહીં રાખે તો મર્યા સમજો.'' બંને વચ્ચે ચડસા-ચડસી થઈ. બંને ઝઘડવા લાગ્યા.
રાત્રીના શાંત વાતાવરણમાં અવાજ પ્રસરતા વાર કેટલી ? ગ્રામજનો જાગી ગયા. પેલા બંને પકડાઈ ગયા હકીકત જાણ્યા બાદ ગ્રામજનો દુનિચંદ પર ગુસ્સે ભરાયા. ''એલા, આ તો ચોર છે ચોરી તેનો ધંધો છે. પણ તું તો વેપારી થઈને આવું કાળું કામ કરવા તૈયાર થયો ?'' દુનિચંદ શું બોલે ? બીજે દિવસે સવારે દુનિચંદને ગધેડા પર મોઢું કાળું કરી બેસાડવામાં આવ્યો. પેલા ચોરને દોરડા બાંધીને હાથમાં ડફણું પકડાવ્યું. આખું સરઘસ ગામમાં ફર્યું. બપોરે દુનિચંદ અને ચોરને જેલમાં પુરવામાં આવ્યા. રતનચંદે આકાશ સામુ જોઈ બે હાથ જોડી કહ્યું. ''હૈ ઇશ્વર આપના રખોપા છે ત્યાં સુધી અમો સલામત છીએ.'' બધાએ રતનચંદની વાતમાં સૂર પૂરાવ્યો. સૌ પ્રભુનું સ્મરણ કરી છુટા પડયાં.from zagmag

No comments:
Post a Comment