કંજૂસ કચરાજી - યુસુફ મીર
બધાએ ભેગા મળી ને એક દિવસ કચરાજીના ત્યાં મહેમાન થવું એવું નક્કી કર્યુ અને હવે પછી કચરાજીના ગામ બાજુ જવાનું થાય તો એક આટો કચરાજીના ત્યાં મારવો એવુ ગામવાળાએ નક્કી કર્યું
ના નકડું એવું ગામ. ગામ સ્વચ્છ અને રળિયામણું ગામમાં એક કચરાજી કરીને ગરીબ સુથાર રહે. કચરાજી ગરીબ પણ તેમના પિતાજીની આબરૃ સારી એટલે બાજુના ગામના રણછોડજી કરીને મુખીની દીકરી સાથે તેમના વિવાહ થયેલા. રણછોડજીની પણ આખા પંથકમાં આબરૃ મોટી એટલે તેમના જમાઇના નાતે કચરાજી તો ઉપડયા ના ઉપડે એવો એમનો ઘાટ. જ્યાં જાય ત્યાં 'આવો જમાઇરાજ, બપોરે જમીને જ જજો' કહેતા લોકો થાકતા નહેતા એટલે કચરાજી તો જે ઘેર કામ માટે જાય ત્યાં મહેનતાણા ઉપરાંત 'રણછોડમુખીના જમાઇ' તરીકે અદકેરૃ માન મળે અને ભોજન સાથે મિષ્ટાન મળે ! એટલે કચરાજીને તો મજા પડી ગઇ.
દરરોજ સવાર થાય અને કચરાજી સુથારી કામના સામાનની થેલી લઇ નીકળી પડે. જે ગામમાં જાય ત્યાં તેમના અછોવાના થાય, ''આજે તો બપોરે અહીજ જમજો'' લોકો કહેતા જાય અને કચરાજીને જમાડતા જાય પણ કચરાજીમાં એક અપલક્ષણ મોટું. દરેકના ઘેર મફતના રોટલા ટીચે, મફતનું જમણ ઝાપટે પણ કોઇને પણ સમખાવા પૂરતું પણ પોતાના ઘેર આમંત્રણ ન આપે અને કંજુશતો એટલા બધા કે બહારગામના તો ઠીક પણ પોતાના ગામના માણસોને ભૂલથી પણ પોતાના ઘેર ચાપાણી માટે ન બોલાવે. પાછુ કચરાજીનું ઘર પણ ગામમાં પેસતા જ ઊંચા ટેકરા ઉપર એટલે એટલો ઊંચો ટેકરો પણ કોઇ કારણ વગર ચડે નહિ.
ઊંચા ટેકરા ઉપર મકાન એટલે મકાન આગળના મોટા લીંબડા હેઠળ ખાટલો નાંખી કચરાજી આરામ કરે. નીચેથી આવતો દરેક માણસ તેમને દેખાય.
ધીરેધીરે કચરાજીની આ કંજુસવૃત્તિ અને બીજાના રોટલા તોડવાની વૃત્તિની ચોમેર નિંદા થવા લાગી, કિન્તુ આબરૃદાર રણછોડજીના જમાઇ એટલે મોઢામોઢ કોઇ તેમને ટોકે નહિ પણ પાછળથી વાતો કરે છે કે આ કચરાજી આપણે ત્યાં મફતની મહેમાન ગતિ કરી જાય છે, મિષ્ટાન ઝાપટી જાય છે અને વિવેક પૂરતું આવજોને આપણે ઘેર, બાજુમાં તો મારું ગામ રંગપુર છે. અને હું તો બહુજાણીતો માણસ છું. કહેતા જાય છે.
એટલે બધાએ ભેગા મળી ને એક દિવસ કચરાજીના ત્યાં મહેમાન થવું એવું નક્કી કર્યુ અને હવે પછી કચરાજીના ગામ બાજુ જવાનું થાય તો એક આટો કચરાજીના ત્યાં મારવો એવુ ગામવાળાએ નક્કી કર્યું. અંતે ગામવાળાને મોકો મળી ગયો. કચરાજીના રંગપુર ગામે કોઇ ખમતીધરનું અવસાન થયું એટલે બાજુના ગામનો આખો દાજી ડાયરો મરનારના ત્યાં ખરખરો કરવા રંગપુર આવ્યો. રંગપુર આવતા જ ડાયરાને યાદ આવ્યું કે આ તો આપણે ત્યાં વારેઘડીએ મહેમાન થતા કચરાજીનું ગામ છે. એટલે સઘળાએ નક્કી કર્યું કે કારજનું કામ પતાવી, કચરાજીના ત્યાં મહેમાનગતિ માટે જવું.
ખરખરો, કારજ, પતાવી પંદરવીસ માણસોનું ટોળું કચરાજીનું ઘર પૂછતા હતા ત્યારે લોકો એ ગામમાં પેસતાં જ ઊંચા ટેકરા પર લીંબડાવાળું ઘર બતાવ્યું એટલે આખું રાવણું કચરાજીના ટેકરાવાળા ઘર તરફ આવતું જોય કે ટેકરા ઉપર લીંમડાના છાયામાં ખાટલામાં આરામ કરતા કચરાજીની આખો ચાર થઇ. ખાટલામાંથી બેઠા થઇ એમણે ઝીણી નજરે જોયું તો આખું ટોળું તેમના ઘેર જ આવતું લાગ્યું. વળી દરેક જણને ઝીણવટથી જોતા દરેકના ઘેર પોતે મિષ્ટાન ઝાપટી આવ્યા છે તેની પણ એમને ખબર પડી ગઇ.
કચરાજી ગભરાયા- જો આ દરેક જણ પોતાના ત્યાં જ આવતા હશે તો બપોરનો સમય છે એટલે જમાડવા પડશે. જો બપોર પછીય ન ગયા તો સાંજનું જમણ પર આપવું પડશે. ત્યાં સુધી તો ટોળું ટેકરો ચડવા લાગ્યું. એટલે કચરાજી ઔર ગભરાયા- જલ્દી જલ્દી તેમણે તેમની પત્નીને બોલાવી ,''મને જલ્દી જલ્દી આ ગાય બળદને ચારો પીવાની ગમાણમાં સંતાડી દે અને ઉપર સુકા પૂળા અને કચરો નાંખી ઢાંકી દે'' પત્ની કહે પણ શું કામ ? ત્યારે કચરાજી કહે જો આ આખું ટોળું આવે છે એ તારા પિયરનું છે. હું દરેકના ત્યાં મહેમાન ગતિ માણીને મિષ્ટાન ઝાપટી આવ્યો છું. આજેહવે એે બધા એક સાથે આપણા મહેમાન થવા આવે છે એટલે તારે એ બધાયની રસોઇ પણ બનાવવી પડશે અને જો સાંજે પણ નહિ જાય તો સાંજની રસોઇ પણ બનાવવી પડશે. એના કરતા મને સંતાડી દે.'' અને બધા આવીને મારુ પૂછે તો કહેજે એ તો બહાર ગયા છે- ક્યારે આવે એ નક્કી નહિ એટલે બધા પાછા જતા રહેશે. લે જલ્દી કર.
એટલે કચરાજીની પત્નીએ કચરાજીને ગમાણમાં સંતાડી દીધા અને ઉપર સુકાપૂળા ઢોરોએ ખાધેલો ચારો, રાડા નાંખી કચરાજીને આખા ઢાંકી દીધા- અને પોતે ખાટલા ઉપર આડી પડી એટલીવારમાં તો બધા આવી ગયા અને કચરાજી છે, દીકરી ? આજ તો એમના મહેમાન થવા આવ્યા છીએ, ''એમ કહી આખું ટોળુ કચરાજીના આંગણામાં ઊભું રહ્યું.''
એટલે કચરાજીની પત્નીએ કહ્યું : ''દાદા, કાકા, એ તો ઘેર નથી અને ક્યારે આવે તેનું ઠેકાણું નહી. અરેરે તમે બધા મારા પિયરીયા પહેલીવાર આવ્યા અને હું ચા પણ નથી પીવરાવી શકતી !''
બધા વિચારમાં પડયા- માંડ માંડ મોટો ટેકરો ચડીને આવ્યા પણ કચરાજી તો છે નહિ. આપણે ધરમધક્કો થયો. કહી બધા પાછા વળતા હતા કે ટોળાની અંદર એક ચતુર કવિ પણ હતા.
તેમની નજર ગમાણમાં કચરાના ઢગલા નીચે છૂપાયેલા કચરાજીના બહાર દેખાતા અંગૂઠા ઉપર પડી કે તે બોલી ઉઠયા :
''કચરો પેઠો કચરામાં બહેન કે બારો ગયો
જરાક વધુ કચરો નાંખો, એનો એક પગ ઉઘાડો રહ્યો''
કહી કચરાજીના બહાર દેખાતા અંગૂઠાને મચકોડયો તો કચરાજી હડફ કરતાંકને ઊભા થઇ ગયા ! બધાય સમજી ગયા કે આપણને ટાળવા માટે જ કચરાજી એ આ નાટક કર્યું હતું. ''બધા કહે અરે કંજુશના કાકા, અમારાથી પીછો છોડાવવા જ તે આવું કર્યું ? અમારા ત્યાં મિષ્ટાન જમતા આવો વિચાર નહોતો આવ્યો કે એક દિવસ મારે પણ બધાને જમાડવા પડશે ? 'ભલા આદમી ! દીકરીના ઘરનું તો અમે જમતાં હઇશું ?'' લે હવે આટલો મોટો ટેકરો ચડીને આવ્યા છીએ તો જરાક કડક ચા પીવરાવી દે, એટલે અમે બધા પાછા વળીએ !''
કચરાજી તો શરમાતા શરમાતા દુધ લેવા નાઠા કે આખુંય ટોળુ હસી પડયું અને કહેવા લાગ્યું કે : રણછોડજી એ જમાઇ પણ શોધ્યો છે ને કાંઇ !
Source Gujarat samachar

No comments:
Post a Comment