Monday, January 18, 2016

Akbar Birbal Story : Dhobi no Gadhedo

અકબર બીરબલ વાર્તા - ધોબીનો ગધેડો

         એક દિવસ અકબર તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા. ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો.
             અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા. જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો. આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું.
તે બોલ્યો ; ”બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે.”

          હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; “જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે…મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.”અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો…..!!

Related Posts:

  • MADHY RATRI NO MEHMAN મધ્યરાત્રિનો મહેમાન – કનુભાઈ રાવલ [‘ચોરનો ગુરુ – તેનાલીરામની વાર્તાઓ… Read More
  • BIRBAL NI KASOTI બીરબલની કસોટી        અકબર બાદશાહના દરબારની કાર્ય… Read More
  • UNTNI GARDAN VANKI KEM ઉંટની ગરદન વાંકી કેમ ?           અકબર બિરબલ… Read More
  • Duniya na 8 Sundar Vakyo 🙏દુનિયાના ૮ સુંદર વાક્યો🙏 ⚡શેક્સપીયર: કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે ર… Read More

0 comments: