Tuesday, February 23, 2016

Birbal ni Chaturai

બીરબલની ચતુરાઈ

      બાદશાહ અકબરના દરબારમાં બીરબલ ખૂબ જ બુધ્ધિશાળી હતા. બાદશાહ તેથી જ બીરબલને ખૂબ જ ચાહતા હતા. અને તેને માન-સન્માન પણ આપતા. બીજા દરબારીઓને આ વાત બિલકુલ પસંદ નહોતી. તેમની નજરમાં બીરબલ કાંકરાની જેમ ખૂંચતો હતો. અકબર આ વાત જાણતા હતા, પણ તે કશુ બોલતાં નહોતા. એક દિવસ તેમણે આ વાત દરબારીઓને સમજાવવાનું નક્કી કર્યુ.

       તે દિવસે તેમણે બધા દરબારીઓને કહ્યુ કે ' બીરબલ તમારા બધાથી વધુ બુધ્ધિશાળી છે, તમે ચાહો તો તમે પણ મારા પ્રિય બની શકો છો, બસ આ હું એક ચાદર લાવ્યો છુ, હું જ્યારે અહીં સૂઈ જાઉ ત્યારે તમારે મને એ ચાદર ઓઢાડી બતાડવી, જે મને ચાદર પૂરી રીતે ઓઢાડશે તેને પણ બીરબલ જેવું જ માન સન્માન મળશે.

      ચાદર ત્રણ ફીટ પહોળી અને ચાર ફીટ લાંબી હતી. અકબર દરબારમાં વચ્ચે જઈને ઉંધી ગયા. બધા દરબારીઓએ વારાફરતી આવીને ચાદર ઓઢાડવાની કોશિશ કરી. પણ કોઈ પણ અકબર રાજાને પૂરી રીતે ઢાંકી ન શક્યુ.

       થોડીવારમાં બીરબલ આવ્યા, તેમણે તો મનમાં વિચારી જ રાખ્યું હતુ શુ કરવાનું છે. રાજાએ સૌને કહ્યું કે ચાલો હવે જોઈએ કે બીરબલ શુ કરે છે ?

બધાની નજર બીરબલ પર જ હતી.

બીરબલે ચાદર લીધી અને રાજાની આસપાસ ફર્યા પછી બોલ્યા કે તમે પગ વાળી લો, જેવા રાજાએ પગ વાળ્યા કે તરતજ બીરબલે તેમને ચાદર ઓઢાડી દીધી. આમ, રાજા અકબર પૂરી રીતે ઢંકાઈ ગયા.

પછી રાજાએ દરબારીઓને કહ્યુ કે 'જોયુ તમે ? હવે તો તમે બીરબલની બુધ્ધિને માનો છો ને ?

બધા દરબારીઓના મોઢા પડી ગયા, અને તેઓ મનોમન પોતાની જાતને દોષ આપવા લાગ્યા કે થોડી બુધ્ધિ વાપરી હોત તો આ તો તેઓ પણ કરી સકત.

બોધ - કોઈ પણ કામ અશક્ય નથી હોતું, બસ જરૂર હોય છે તેને સમજી-વિચારીને કરવાની.

Related Posts:

  • jivan mahima જીવનનો મહિમા – અજ્ઞાત પ્લેગની દવા શોધવા પ્લેગના મરણ પામેલા દર્દીને ત… Read More
  • I AM SORRY NI TAKAT 🅰 આઈ એમ સોરી શબ્દ ની તાકાત........         દુનિ… Read More
  • Bas fakt sharuaat Karo વિષય : બસ ફક્ત શરૂઆત કરો.... 〰〰〰〰〰〰〰〰〰 ➖➖➖➖➖➖➖➖➖ એક યુવતી પરણીને … Read More
  • Coffee no cup  કૉફીનો કપ – અનુ. મૃગેશ શાહ એકવાર એક બુદ્ધિમાન શિક્ષકે પોતાના વ… Read More

0 comments: