સમય – અમૃત મોરારજી
ગઈકાલ :
જા દીકરા રમેશ, આપણી સોસાયટીમાં રમણકાકા ઘણાં સમયથી બીમાર છે. બે શબ્દ આશ્વાસનના કહી આવ. થોડી સલાહ પણ આપવી જરૂરી હોય તો આપી આવજે અને પૈસાની જરૂર હોય તો તે પણ પૂછી આવજે. માનવતાની દષ્ટિએ સોસાયટીમાં આમ કરવું જરૂરી છે. સહકારની ભાવના સદા રાખવી.
આજ :
જો વિજય, આ સોસાયટીમાં તો બધાં એક પછી એક બીમાર પડ્યાં જ કરવાનાં. નવીનભાઈને મળવા જવાની બહુ ઉતાવળ ન કર. પહેલાં આજે આપણાં પૈસા બૅન્કમાં ભરી આવ. પછી કાલે કે રવિવારે સમય મળે તો જજે. અને હા, જોજે પૈસા માગે તો આપવાની વાત ન કરતો. અમારે પણ દેવું છે એમ જૂઠું બોલજે.
આવતીકાલ :
તે રાધાકાકી બીમાર છે તો આપણે શા માટે ચિંતા કરવાની ? બીમાર છે. ઉંમર થઈ છે. તો હવે મોત ગમે ત્યારે આવી પડે. હા, મોહન તું જાણતો હશે, એક દિવસ રાધાકાકી દવા માટે તારી પાસે અઢીસો રૂપિયા લઈ ગયેલી. એમના વહુ અને દીકરો જાણે છે. તે પૈસા મરે તે પહેલાં ગમે તેમ કરી કઢાવી લાવજે. એક પૈસોયે ગમે તે સંજોગોમાં કદી છોડવો નહીં.
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
Readgujarati.com

0 comments: