Sunday, March 20, 2016

AKBAR BIRBAL PRASHN NA JAVAB MA PRASHN

અકબર-બિરબલ પ્રશ્નના જવાબમાં પ્રશ્ન….


          એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું;”બિરબલ, તું કહી શકે કે તારી પત્નીએ કેટલી બંગડીઓ પહેરેલી છે?” બિરબલ કહે;”ના,હજૂર.મને ખબર નથી.
” અકબર કહે;” તને ખબર નથી? રોજ તું એનો હાથ જુએ છે છતાં તને ખબર નથી..કેટલું ખરાબ કહેવાય.”બિરબલે કશો જવાબ ના આપ્યો.થોડા સમય પછી બિરબલ બોલ્યો;”ચાલો હજૂર, આપણે બગીચામાં જઈએ અને ત્યાં હું તમને  તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બંને જણા નાનકડી સીડી ઉતરીને નીચે ગયા અને બગીચામાં ફરવા લાગ્યા. અકબર ફરી બોલ્યો”બિરબલ તેં મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો.”બિરબલ બોલ્યો;”નામદાર,પહેલા તમે મને કહો કે આપણે જે સીડી ઉતરીને આવ્યા તે તમે દિવસમાં કેટલીય વાર ઉતરતા હશો, ખરું ને?”અકબર કહે;”હા,” બિરબલ તરત બોલ્યો ;તો હવે તમે કહો કે તેમાં કેટલા પગથિયા છે?”અકબર હસી પડ્યો અને બોલ્યો;”મને મારા સવાલનો જવાબ મળી ગયો ..તુ ઘણો ચાલાક છે.”અને અકબરે વાતનો વિષય બદલી નાંખ્યો.

Thanks baldevpuri blog 

Related Posts:

  • Badshah no Popat બાદશાહનો પોપટ             એક વ્યક્તિને… Read More
  • Akbar ni Dadhi અકબરની દાઢી ખેંચનારને સજા બાદશાહ અકબર એક દિવસ દરબારમાં પધાર્યા અને સ… Read More
  • Badshah Ane Chuno બાદશાહ અને ચુનો       એક દિવસ બીરબલ પોતાના ઘરની બહાર … Read More
  • Akbar Birbal Andhalaoni Ganatari અક્બર બીરબલની વાર્તા - આંધાળાઓની ગણતરી       એક વખત અ… Read More

0 comments: