Monday, March 28, 2016

HIRANYKASHYAP DEVO NO SHATRU KEM BANYO

હોલિકા ઉત્સવ
        હોળી વસંતનો ઉત્સવ પણ છે અને સૂરજપૂજાનું પર્વ પણ છે
 એક જંભાસૂર હતો.  તેને એક દીકરી હતી. તેનું નામ કયાધુ હતું. આ દીકરી ગુણવાન અને બળવાન  પણ હતી. તેને એવા જ યુવાન સાથે પરણાવવી જોઈએ. હિરણ્યકશિપૂ નામનો એક યુવાન એવો  જ ગુણવાન અને બળવાન હતો. તેના પિતા પણ તપસ્વી કશ્યપ મુનિ હતા. તેથી જંભાસૂરે પોતાની કન્યા કયાધુને હિરણ્યકશિપૂ સાથે પરણાવી. ઘણા જ સુખ અને આનંદમાં રહેવા લાગ્યાં.

હિરણ્યકશિપૂએ પોતાનું બળ વધારવા તપ કરવાનો વિચાર કર્યો. તે હિમાલયમાં ચાલ્યો ગયો. તે સમયે દેવતાની સેના લઈને ઈંદ્રરાજાએ હિરણ્યકશિપૂનો પ્રદેશ જીતી લીધો. તેની પત્ની કયાધુને સાથે લઈને સ્વર્ગ દેશ પાછો જતો હતો.

વચ્ચે નારદજી મળ્યા. તેમણે ઈન્દ્રને સમજાવ્યા કે, હિરણ્યકશિપૂની પત્ની કયાધુના પેટમાં બાળક છે તેને છોડી મૂકો.

ઈંદ્રે કયાધુ રાણીને છોડી દીધી. તેને લઈ નારદજી ગંગાજીને કિનારે ગયા. ત્યાં આશ્રમ બનાવીને રહ્યા.

તપથી મહા બળવાન બનીને હિરણ્યકશિપૂ પાછો આવ્યો. ત્યાં તેણે બધી વાત જાણી. તેને ઘણો ગુસ્સો ચડયો. દેવતાઓને હરાવવા તેણે સંકલ્પ કર્યો અને દેવતાને માન આપનારાઓને તેણે પોતાના શત્રુ માની લીધા.

કયાધુએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ પાડયું. તે મોટો થયો. તેને દેવતાના ગુણો ગમવા લાગ્યા. તે વાત તેના પિતાને ગમી નહિ. પિતાજીએ ઘણી ના કહી છતાં પ્રહલાદ માન્યો નહિ. તેણે કહ્યું કે, સત્ય એ ઈશ્વરનું રૃપ છે. સત્ય વાત કદી ન છોડાય.'

તે પછી તેને મારી નાખવા તેના પિતાએ ઘણા ઉપાય કર્યા. તે બધામાં પ્રહલાદ બચી ગયો. છેલ્લે લોઢાનો થાંભલો આગમાં રાખીને લાલચોળ તપાવ્યો અને કહ્યું કે આ થાંભલાને બાથ ભરી જો. સત્યમાં ઈશ્વર હશે તો તને બચાવશે.

એ ધગધગતી આગમાં તપેલા એ થાંભલાને પ્રહલાદે બાથ ભરી લીધી. તે થાંભલો ફાટયો. થાંભલામાંથી સિંહનું રૃપ પ્રગટ થયું. તેણે હિરણ્યકશિપૂને પંજાના નખથી ચીરી નાખ્યો.
ત્યારથી હોળીનો ઉત્સવ શરૃ થયો એમ ઘણા માને છે. હોળીના તે ઉત્સવને વસંતનો ઉત્સવ ગણ્યો છે. વસંતઋતુમાં ભાતભાતનાં અને રંગ રંગના ફૂલો ખીલે છે. મીઠાં મીઠાં ફળ વસંતમાં થાય છે. સૂરજદેવની ગરમીથી ફૂલમાં રંગ પૂરાય છે અને ફૂલમાં મીઠાશ ભરાય છે. તેથી જ સૂરજદેવના માનમાં હોળી પ્રગટાવીને અગ્નિનું પૂજન થાય છે. તે રીતે હોળી એ સૂરજપૂજાનો પણ તહેવાર છે.from zagmag 

Related Posts:

  • Ichchu te Aapu ઈચ્છુ તે આપુ         દિલ્હીના રાજદરબારમાં સભા જા… Read More
  • Shukan Apshukan શુકન અપશુકન       એક વખત બાદશાહ અકબર સવાર-સવારના ઊઠીન… Read More
  • Bas fakt sharuaat Karo વિષય : બસ ફક્ત શરૂઆત કરો.... 〰〰〰〰〰〰〰〰〰 ➖➖➖➖➖➖➖➖➖ એક યુવતી પરણીને … Read More
  • Keri no khaudharo kon ek good story કેરીનો ખાઉધરો કોણ ? એક દિવસ રાજા અકબરે બિરબલને પોતાના કેરીના બગીચામા… Read More

0 comments: