Saturday, May 21, 2016

BE BHAI NI KATHA

                  બે  ભાઈની કથા 

             એક સમયે બે સંતો નદી કિનારે પોતાના આશ્રમમાં રહેતા હતા. બંને ભાઇઓ હતા. એક દિવસ નાનો ભાઇ મોટા ભાઇના આશ્રમે ગયો. મોટા ભાઇ ન હોવાથી તે આંબાના વૃક્ષ નીચે બેસીને મોટા ભાઇની રાહ જોવા લાગ્યો. નાના ભાઇએ આંબા પરથી તેના માલિકને પુછ્યા વિના એક કેરી તોડીને ખાધી. મોટો ભાઇ જ્યારે આશ્રમે આવ્યો ત્યારે તેને ખબર પડી કે પોતાના નાના ભાઇએ તેના માલિકન પુછ્યા વિના કેરી તોડીને ખાધી. મોટા ભાઇએ નાના ભાઇને કહ્યુ "તારે પારકી વસ્તુ કદી પણ લેવી જોઇએ નહી. તને ખબર છે તેના માલિકે આ આંબાને ઉછેરવા માટે કેટલો પરિશ્રમ કરેલો છે? જ્યારે તેનો માલિક તને પરવાનગી આપે ત્યારે જ તારે કેરીને ખાવી જોઇએ."

          મોટા ભાઇએ નાના ભાઇને રાજા પાસે જઇ સઘળી હકીકત જણાવી, સજા માંગવા માટે જણાવ્યુ. નાનો ભાઇ મોટા ભાઇની આજ્ઞા પ્રમાણે રાજા પાસે ગયો અને સઘળી હકીકત જણાવી અને રાજાને પોતાને યોગ્ય સજા આપવા માટે અનુરોધ કર્યો.

            રાજા સઘળા શાસ્ત્રોનો  અભ્યાસી હતો. તેને જવાબ આપ્યો, "હે સંત! તમે સામાન્ય માણસને ગમતી સઘળી સગવડોનો ત્યાગ કરીને માનવોના ઉત્કર્ષ માટે તમે તપ કરો છો. હું આપને કઇ રીતે સજા આપી શકું?". નાના ભાઇએ જવાબ આપ્યો, "હે રાજન! રાજાએ પોતાના કર્તવ્યમાંથી ચલિત થવું જોઇએ નહી અને મને સજા કરવી જ જોઇએ." રાજા નાના ભાઇ સાથે સંમત થયો અને પોતાના સૈનિકોને નાના ભાઇના હાથ કાપી નાખવા માટે હુકમ કર્યો. નાનો ભાઇ સજા પામીને જ્યારે આશ્રમે આવ્યો ત્યારે મોટા ભાઇ ખુબ જ રાજી થયા અને તેને નદીમાં જઇને ડુબકી મારવા કહ્યુ. નાનો ભાઇ તરત જ મોટા ભાઇના શબ્દોને અનુસર્યો પરંતુ જેવો તે પાણીમાંથી બહાર આવ્યો ત્યારે તેના હાથ પાછા આવી ગયા હતા. પોતાના હાથા મોટા ભાઇની શક્તિને કારણે જ પાછા આવ્યા છે તે જાણીને પોતાના ભાઇને કહ્યુ કે જો તેમની પાસે આટલી શક્તિ હતી તો પછી શા કારણે તેને રાજા પાસે મોકલીને સજા અપાવી. પોતે પણ તેને સજા આપી શકતા હતા. મોટા ભાઇએ કહ્યુ "દરેક વ્યક્તિએ પોતાની ફરજ બજાવવી જ જોઇએ. મારી ફરજ સમાજ માટે તપ કરવાની છે, પરંતુ સજા કરવાની નહી. તેથી મને તને સજા કરવાનો કોઇ જ હક નથી"


બોધ

વડીલોને આદર આપવો અને તેમની આજ્ઞા પાળવી એ ભારતીય સંસ્કૃતિના પાયામાં છે. નાના ભાઇએ મોટા ભા ઇનો આદર કર્યો અને તેની દરેક આજ્ઞા પાળતો હતો. મોટો ભાઇ પણ હંમેશા નાના ભા ઇ માટે સુખદ જ ઇચ્છતો હતો પરંતુ ક્યારેય તેની ભુલ પ્રત્યે આંખ આડા કાન કરતો નહોતો.

અહીં દરેક વ્યક્તિએ પોતાની ફરજ બજાવી છે. સંતો તપ કરતા હતા. રાજા ધર્મનું પોષણ કરતો હતો. નાનો ભા ઇ મોટા ભા ઇની આજ્ઞામાં રહેતો હતો અને મોટો ભા ઇ નાના ભા ઇનું ભલુ ઇચ્છતો હતો.

આજે કે કાલે કર્મનું ફળ ભોગવ્યા વિના છુટકો નથી.
ચોરી કરવી મોટુ પાપ છે.

સંદેશો

અહીં નાના ભા ઇને એક કેરીની ચોરી કરવા માટે હાથ કાપવાની સજા મળી એ ઉપરથી કહી શકાય કે ચોરી કરવી કેટલું મોટું પાપ છે. તો જે વ્યક્તિ સરકારી ધન, મિલકતની ચોરી કરે છે તેના પાપનો ભાર કેટલો હશે? ભગવાન સૌને સદબુદ્ધિ આપે.
source gurjardesh.com

0 comments: