Saturday, May 21, 2016

DHYAN NA LABHA LABH

                            ધ્યાન

ધ્યાનથી અવલોકન, ગ્રહણશક્તિ અને વ્યક્ત કરવાની શક્તિ વધે( સુધરે) છે

તેનાલી અને તેની પત્ની ઘરને કયો રંગ લગાવવો તે નક્કી કરતા હતા.
પત્ની : મને ગુલાબી જોઇએ છે!
તેનાલી : તને તારી પસંદગી માટે ખાત્રી છે? મને લાગે છે કે આપણે સફેદ કે તેજસ્વી રંગ કરીએ તો સારુ.
પત્ની : મેં મારુ મન તૈયાર કરી લીધું છે. હું ફકત ગુલાબીથી જ ખુશ થઈશ..
તેનાલી (તેને ગુલાબી કાચવાળા ચશ્માં આપીને) સરસ. તું તારી મરજી મુજબ કર. આ ચશ્માં પહેરી લે અને ફકત આ દીવાલો જ નહિ હું પણ ગુલાબી લાગીશ.
તેનાલીરામની શું વિચારસરણી હતી? ગુલાબીકાચનાં ચશ્માં ઘરને ગુલાબી બનાવતા નથી.
તણાવ આપણી વાસ્તવિક ગ્રહણશક્તિ ઉપર રંગ ચડાવી દે છે. પરિણામે આપણે વસ્તુ જેવી છે તેવી જોઈ શકતા નથી. આના કારણે ઘણી વાર ગેરસમજ ઉદભવે છે અને તણાવમાં ઉમેરો કરે છે. આ વિશાળ ચક્રમાંથી કોઈ કેવી રીતે બહાર નીકળી શકે?
ધ્યાન તમને સ્પષ્ટતા આપે  છે અને વસ્તુ જેવી છે તેવી જોવાની શક્તિ (હોશિયારી) આપે છે. અવલોકન શક્તિ, ગ્રહણ  શક્તિ અને વક્તવ્ય શક્તિ આ ત્રણેય ધ્યાન થી સુધરે છે. (સારી થઇ છે.)
થોડી ગેરસમજ અને વાતચીતનાઅભાવમાં, ખુશ રહેવું વધારે સહેલું છે.source artofliving.org

0 comments: