Tuesday, February 13, 2018

બાળવાર્તા ઉદારતા

ઉદારતા
            એક વખત એક માણસે તેના શેઠ પાસેથી થોડા પૈસા ઉછીના લીધા. પરંતુ તે માણસની સ્થિતિ સારી ન હોવાથી આપવાની મુદ્દત પુરી થઈ તો પણ ઘણા વખત સુધી તે પૈસા આપી શક્યો નહિ.

                એક વાર તે અચાનક માંદો પડ્યો અને નાણાંની ખૂબ જ ભીડમાં આવી પડ્યો. ખર્ચ વધતો જતો હતો અને તેની મૂંઝવણનો પાર ન રહ્યો ન હતો. તેવામાં એક દિવસ શેઠ તેના ઘરે આવી પહોંચ્યા પેલા માણસને થયું કે શેઠ તેની પાસે પૈસાની ઉઘરાણી કરવા આવ્યા છે. તે મૂંઝાતો મૂંઝાતો કહેવા લાગ્યો, 'આપના રૂપિયા......'

             શેઠે તેને તરત જ અટકાવીને પ્રેમાળ અવાજે કહ્યું, "ભાઈ ! હું કંઈ રૂપિયા લેવા આવ્યો નથી." પરંતુ તમારી માંદગીના સમાચાર સાંભળી તમને આવી મુશ્કેલીના વખતે મદદરૂપ થાય એટલા માટે રૂપિયા આપવા આવ્યો છે. તમે મૂંઝાશો નહીં અને પૈસાની વધારે જરૂર પડે તો સંકોચ વિના જણાવજો.

          પછી શેઠ તેને રૂપિયા આપીને રજા લઇ પોતાને રજા લઇ પોતાને ઘેર ગયા.

0 comments: