Tuesday, January 15, 2019

એક રૂપિયો બાળવાર્તા

એક રૂપિયો બાળવાર્તા


એક રાજાને ત્રણ પુત્રો હતાત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છેરાજા વૃધ્દ્ર થવા લાગ્યા છેરજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બનેપરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથીરાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છેતેમણે પોતાના મનની વાત ગુરુને કહીગુરુએ કહ્યું,”રાજનતે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં આવ્યાત્રણેયને એક એક રૂપિયો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે દરેક રાજકુમાર તેમને આપવામાં આવેલો રૂપિયો તેમની મરજી મુજબ વાપરી શકે છે.પહેલો રાજકુંવર મનમાં વિચાર કરે છે કે હું રાજાનો દિકરો,એક રૂપિયોની મારે મન શું કિંમતતે મોજશોખ પાછળ તે રૂપિયો વાપરી નાખે છે.બીજો રાજકુંવર વિચાર કરે છે કે એક રૂપિયામાં વધુમાં વધુ શું આવેતે નકામી કચરા જેવી ચીજો ખરીદવામાં રૂપિયો વાપરી નાખે છે.ત્રીજો રાજકુંવર વિચાર કરે છે કે આ એક રૂપિયો આપવા પાછળ કંઈક ઉદ્દેશ છેમારે તેનો સારામાં સારો ઉપયોગકરવો જોઈએતે એક રૂપિયાનું પુસ્તક ખરીદે છે અને વાંચી જાય છે.એક સપ્તાહ પછી ત્રણેય રાજકુંવરોને બોલાવવામાં આવે છેરૂપિયો કઈ રીતે વાપર્યો તે પૂછવામાં આવે છેપ્રથમ રાજકુંવર જણાવે છે કે તેણે મોજશોખમાં વાપર્યોબીજો કહે છે તેણે આ બધી વસ્તુઓ ખરીદીવસ્તુઓ સાવ કચરા જેવી હતી.ત્રીજો રાજકુંવર કહે છે તેણે પુસ્તક ખરીઘું અને તેના દ્વારા તેણે જ્ઞાન મેળવ્યું છે.આપણે સમજી શકીએ છીએ કે રાજા અને ગુરુએ રાજ્યનું શાસન કોને સોંપ્યું હશેત્રીજા પુત્રને રાજ્યનું શાસન સોંપવામાં આવે છે.આપણને પણ આપણો પરમપિતા દરરોજ એક રૂપિયો એટલે કે એક દિવસ આપે છેસાંજે આપણી પાસે હિસાબ માંગવામાં આવે છે કે આપણે તે રૂપિયાનું-દિવસનું શું કર્યુંતેનો કઈ રીતે ઉપયોગ કર્યો?મોટાભાગનાં તેને મોજમજામાં વેડફી નાખે છેતેને મન એક દિવસની કાંઈ કિંમત નથીદરરોજ એક એક દિવસ વેડફતાં સમગ્ર જીવન વેડફાઈ જાય છે.બીજા કેટલાક એવા છે જે ક્ષુલ્લક બાબતોમાંબિનમહત્વની બાબતોમાં પોતાનો સમય વ્યતીત કરે છેતે સમયને વાપરે તો છે પણ તેનું જોઈએ તેટલું સારું પરિણામ મળતું નથીઆખરે અફસોસ થાય છે કે જે કરવાં જેવું હતું તે ન કર્યું અને ન કરવા જેવાં કામોમાં જિંદગી વ્યતીત થઈ ગઈ.આપણામાંથી ઘણા ઓછા માણસો પોતાને મળેલા દિવસનો મહત્તમ અને ઉત્તમ ઉપયોગ કરે છેતે દરેક ક્ષણને જીવે છેતેના ઉપયોગ કરે છેતેની પાસે સમયનું આયોજન હોય છેતેને કયા અગત્યનાં કાર્યોનિર્ધારિત કાર્યો પૂરાં કરવાનાં છેતેનો ચોક્કસ ખ્યાલ હોય છેપરિણામે તેના સમગ્ર જીવન દરમિયાન તે જે કરવા ઈચ્છે છેજે મેળવવા ઈચ્છેજે સમૃધ્ધિસિધ્ધિ કે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે મેળવે છે અને જીવનની સાર્થકતાની અનુભૂતિ કરે છેપરમ પિતાએ પોતાને આપેલ રૂપિયાનો હિસાબ આપતા તેના ચહેરા પર એક પ્રકારનો સંતોષ જોઈ શકાય છે.
જીવન ઉત્સવ (જીવન જીવવાની દિશા)
Source : http://blog.gujaratilexicon.com/2014/03/18/story-4/

0 comments: