ભારતના પનોતા પુત્રો
શિક્ષણાર્થી પ્રત્યે લાગણી
- મિતેશ શાહ
ડૉ.રાધાકૃષ્ણન્ના જીવનનો એક પ્રસંગ છે. જે તેમની શિક્ષણ અને શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ પ્રત્યે કેવી લાગણી હતી તે દર્શાવે છે.
એક કોલેજમાં એક વિદ્યાર્થી પાસે ટર્મ ફી ભરવા જેટલા પૈસા નહોતા. તેણે ફી ભરવા માટે પૈસા મેળવવા અનેક લોકોને વિનંતી કરી પણ પૈસા મળ્યા નહિ.
છેવટે તેને થયું કે, ડૉ.રાધાકૃષ્ણન્ને આ અંગે હુ પત્ર લખીને જણાવું ! અને એ જ દિવસે તેણે રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણન પર પત્ર લખ્યો.
પછી તો રોજ એ વિદ્યાર્થી રાષ્ટ્રપતિના પ્રત્યુત્તરની રાહ જોવા લાગ્યો. દિવસો વીતવા લાગ્યા, પણ રાષ્ટ્રપતિનો કશો જ પ્રત્ત્યુત્તર મળ્યો નહિ. હવે પ્રત્યુત્તર કે ફી નહિ જ આવે એમ
માનીને તેણે વિચાર્યું, ''હવે મારા માટે એક વિકલ્પ રહે છે કે પ્રિન્સિપાલને જઇને કહેવું કે હું ફી ભરી શકું તેમ નથી, તો મારું નામ કમી કરો.''
વિદ્યાર્થીએ ફી ભરી ન શકવા બદલ પોતાનું નામ કમી કરવા જણાવ્યું ત્યારે પ્રિન્સિપાલે જણાવ્યું, ''તારી ફી તો અમને મળી ચૂકી છે. તે જેમને પત્ર લખ્યો હતો તેમના તરફથી ફી મળી
ચૂકી છે. ડૉ. રાધાકૃષ્ણન્ને તારો પત્ર મળ્યો હતો. ખૂબ ધ્યાનથી તેમણે એ પત્ર વાંચ્યો લાગે છે, કેમ કે પત્ર વાંચીને તેમણે તારા અંગે મારી પાસેથી માહિતી મંગાવી હતી. મેં માહિતી
મોકલી આપી, એના જવાબમાં તેમણે તારી ફી મોકલી આપી.''
ડૉ.રાધાકૃષ્ણન્ને શિક્ષણ અને શિકચીએ છીએ કે જેઓ સંકટમાં ફસાયેલા લોકોની સહાયતા માટે દોડીને આવતા હતા. એક હસતો- ફરતો ફરિશ્તો વરસો સુધી આપણી વચ્ચે
રહ્યો એ આપણું સૌભાગ્ય છે.from zagmag
0 comments: