અકબર-બિરબલ બિરબલે ચોર પકડી પાડ્યો…
એક વખત અક્બરના રાજ્યના એક ધનવાન શેઠના ઘેર મોટી ચોરી થઈ.ખૂબ જ માલમત્તા લૂંટાઈ ગઈ.
શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે.તેણે અક્બરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી.હવે ચોરને શોધવો કઈ રીતે? અકબરે આ જવાબદારી બિરબલને સોંપી.બિરબલે શેઠના બધા જ નોકરોને બોલવ્યા અને કહ્યું;”તમારામાંથી જેણે ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય.”પણ કોઈએ પણ કબૂલ ના કર્યું. બિરબલે એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને એક એક લાકડી આપી અને કહ્યું;”તમે આ લાકડી ઘેર લઈ જાઓ અને મૂકી રાખજો. જેણે ચોરી કરી હશે તેની લાકડી બે ઈંચ લાંબી થઈ જશે.” બધા લાકડી ઘેર લઈ ગયા. બીજે દિવસે બધા લાકડી લઈ પાછા રાજ દરબારમાં આવ્યા. લાકડીની લંબાઈ માપી તો એક નોકરની લાકડી બે ઈંચ ટૂંકી હતી.બિરબલે તે નોકરને પકડ્યો અને અકબરને કહ્યું;” નામદાર, આ નોકરે ચોરી કરી છે.”તે નોકરને બરાબર માર પડ્યો. તેણે કબૂલ્યું કે તેણે જ ચોરી કરી હતી.તેણે ઘેર જઈને લાકડી બે ઈંચ જેટલી કાપી નાંખી હતી….આમ બિરબલે પોતાની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો.અકબર ખૂશ થઈ ગયો અને બિરબલને મોટું ઈનામ આપ્યું.શેઠે પણ ખૂશ થઈને બિરબલને અનેક રત્નો અને હીરાઓ આપ્યા.
Thanks to baldevpuri blog

0 comments: