Wednesday, March 16, 2016

DIKRI MARU GAURAV EK STORY

“દિકરી મારું ગૌરવ”


“પ્રકાશ, આમ આકાશ તરફ મીટ માંડીને શું જોઈ રહ્યા છો, આ તમારી દવા અને દૂધ પી લો. રાતના અગિયાર વાગ્યા છે એટલે જલ્દી સુઈ જઈએ” જ્યોતિબેને કહ્યું.

પ્રકાશભાઇએ આકાશને નિહાળતા નિહાળતા જવાબ આપ્યો, “જ્યોતિ, આ આકાશને જો તો ખરી ! આજે આમાસ છે, ચન્દ્ર વિના પણ આકાશ ઝમઝગતું લાગે છે!” તમે પણ શું આ ફિલોસોફી લઇને બેઠા છો. અરે! આદિત્ય, શશાંક દિકરા તમે! તમને આજે જોઇને અમને બહુ ખુશી થઇ. આજે ઘણા દિવસ પછી રાત્રે બધ સાથે બગીચામાં બેસીને વાતો કરીશું. પણ આ શ્વેતા અને ચાંદની ક્યાં ?”

મોટા દિકરા આદિત્યએ કહ્યુ, “મમ્મી એ લોકો હમણા આવતા જ હશે અને અમારે એક અગત્યની વાત કરવી છે, વાત એમ છે કે હુ, શ્વેતા, શશાંક અને ચાંદની અમે સહુએ મળીને એક નિર્ણય લીધો છે કે અમે પોત-પોતાના સ્વતંત્ર મકાનમાં જતાં રહીએ.”

આ સાંભળતા જ પ્રાકાશભાઇના હાથમાંથી ગ્લાસ સારી પડ્યો ને આંખો સામે જાણે ક્ષણવાર અંધકાર છવાઈ ગયો અને પછી કંઈક રુંધતા સ્વરે કહ્યું, “બેટા, અહિંયા પણ તમને સ્વતંત્રતા તો છે તો પછી આ રીતે…” ત્યાં વચ્ચેથી જ વાત કાપીને નાના દિકરા શશાંકે કહ્યું, “પપ્પા અમે રૂમની સ્વતંત્રતાની વાત નથી કરતા. તમે સમજો, અમને પણ કંઇક ઇચ્છા હોય કે અમારું એક સ્વતંત્ર ઘર હોય, અમારી દુનિયા અમે પોતે બનાવીને એમાં ખુશીથી રહીએ.”

જ્યોતિબેનના હ્રદયના ધબકારા બે ઘડી થંભી ગયા અને આંખોમાંથી પરાણે રોકેલા આંસુઓ આપમેળે નીકળી ગયા અને માંડ એટલું બોલી શક્યા કે, “અમારા તમને આશીર્વાદ છે, તમે જ્યા પણ રહો ખુશ રહો. તમારી ખુશીમાં જ અમારી ખુશી છે.”

શશાંકે કહ્યું : “મમ્મી, પપ્પા તમે ખોટા ઇમોશનલ થાઓ છો. તમારે ગર્વ કરવો જોઇએ કે તમારા દિકરા જાતે પોતાની રીતે સેટલ થવા માંગે છે.” મોટા દિકરાની વહુ શ્વેતાએ આદિત્યને કોણી મારીને વાત જણાવવા ફોર્સ કર્યો એટલે તેણે જણાવ્યું, “પપ્પા અમે બંગલો તો જોઇ રાખ્યો છે. બસ અમારી પ્રોપર્ટીનો હિસ્સો અમને આપી દો એટલે કાલથી જ અમે રહેવા જતા રહીએ.” “હવે તમે બધું નક્કી જ કરી લિધું છે તો મારે શું કહેવાનુ હોય! હું કાલે જ સહી કરી આપીશ.”

શશાંક તરત જ હરખ થી બોલ્યો, “પપ્પા યુ આર ગ્રેટ. તમે વાતને આટલી સરળતાથી સ્વિકારી લીધી? થેંક્યુ વેરી મચ.” આમ છોકરા-વહુ તો ગુડ નાઇટ કહીને ચાલ્યા ગયા, પણ એકલા દંપતિ માટે આ રાત્રી વધુ અંધકારમય બની અને બન્ને પોતાના આત્મસુરને આખી રાત રેલાવતા રહ્યા.

પ્રકાશભાઇ : “જ્યોતિ, આ ચંન્દ્ર વગરની રાત્રીમાં હવે કાંઇ જ સુઝતું નથી. પહેલા જેવો ઝગમગાટ કે શીતળતા પણ અનુભવાતા નથી.” જ્યોતિબેનઃ”ચન્દ્ર ન હોય ને ચન્દ્રની ખોટ સાલે તોય ત્યાં ફનસ થોડું ટીંગાડાય છે? અને આપણા જીવનનો ઉજાસ તો આપણી દિકરી છે, હા, વિજેતા આપણી દિકરી એ જ આપણા જીવનની આશા છે, એ જ આપણો સહારો છે.”

આ જ આશાએ રાત્રી વીતી ગઇ દિકરા-વહુ તો પ્રોપર્ટી લઇને સ્વતંત્ર થઇ ગયા ને કેટલાક દિવસો પણ વીતી ગયા અને એક સવારે અચાનક જ ડોરબેલ વાગી. પ્રકાશભાઇએ બારણું ખોલ્યું તો સામે વિજેતા ઉભિ હતી.

વિજેતાઃ “પપ્પા કેમ ચોંકી ગયા ને? એટલે જ તો મેં તમને સરપ્રાઇઝ આપી. મમ્મી ક્યાં છે?” અવાજ સાંભળીને જ્યોતિબેન તો દોડીને રસોડામાથી બહાર આવ્યા. જ્યોતેબેનઃ “અરે! વિજેતા, તુ તો સાવ દુબળી થઇ ગઇ છે. તારી ફાઇનલ પરીક્ષા કેવી ગયી?”

પ્રકાશભાઇ કહે, “આપણી દિકરી હવે પાયલટ બની જ ગઇ છે. પણ અમને પ્લેન માં ક્યારે બેસાડે છે હે?” વિજેતાઃ “બહુ જ જલ્દી. પપ્પા મને બરાબર યાદ છે, તમને પહેલેથી જ પ્લેનમાં બેસવાનો બહુ શોખ છે. મારા હાથમાં પ્લેન આવે એટલે સૌથી પહેલા હું તમને બન્નેને જ બેસાડીશ.” “હા બટા, આમેય અમારા અરમાનોને પહેલેથી તું જ તો પુરા કરતી આવી છે.”

વિજેતાઃ “મમ્મી, આદિત્યભાઇ, શશાંકભાઇ અને ભાભી બધા અલગ રહેવા જતા રહ્યા ને? મને એ જાણીને ખુબ દુઃખ થયું, ને એમના પર ગુસ્સો પણ આવ્યો. પણ તમે તો ખુશ છો ને?” મમ્મીઃ “કેમ નહી? આ ઉંમરે હવે અમારી રીતે જીવવાનો આનંદ છે. અને એમની ખુશી એ જ અમારી ખુશી છે.”

“ધેટ્સ લાઇક એ ગુડ પરેન્ટ્સ, મમ્મી, બોલો શુ રસોઇ કરવની છે? આજ્થી તમે કોઇ પન કામ નહી કરો. હવે હું આવી ગઇ છું” “અરે પણ તુ હજી થાકીને આવી છે, થોડો આરામ તો કરી લે.” “મમ્મી હું આકાશમાં ઉડતા શીખી છું, પણ જમીનમાં રહેવાનુ ભુલી નથી.” – આમ વિજેતાના આવવાથી રોનક છવાઇ ગઇ.

એક મહિના પછી વિજેતાને પયલોટ સન્માન-સમારોહનું આમંત્રણ મળ્યું. ત્યા તેણે પોતાની સફળતાનો બધો યશ તેના માતા-પિતાને આપ્યો. પ્રકાશભાઇએ વાલી તરીકે દુનિયાના દરેક માતા-પિતાને એક સંદેશો આપ્યો જે આગળ “દિકરી મારું ગૌરવ” શીર્ષકથી પુસ્તક છપાવ્યું અને તેને ખુબ જ પ્રસરિત મળી.
કાશભાઇએ વિશાળ જન સમુદાય તરફ દ્રષ્ટિ કરીને કહ્યુઃ “નમસ્કાર, હું આજે મારી દિકરી વિજેતા ન પિતા તરીકે અહીં સંબોધું છું. દિકરી અમારું ગૌરવ છે. એ નાનપણથી જ અમારી બધી વાતનું ધ્યાન રાખતી આવી છે. પપ્પા તમારા સ્વાસ્થ્ય માટે આ સારું છે. પપ્પા તમારી બધી વસ્તુઓ તૈયાર છે, મમ્મી લાવો હું તમને મદદ કરું. આજે એ પાયલટ બની ગઇ છે અને અમને ગૌરવ અપાવ્યું છે. દિકરી તો અમારો કિનારો છે.”

“ઘણી વખત સાંભળુ છું કે દિકરીની ગર્ભમાં જ હત્યા કરી નંખાય છે, આવુ પાપ કરતાં કેમ જીવ ચાલતો હશે? દિકરી તો બે ઘરને ઉજાળનાર ફળ દિપક છે. દિકરો અમારો દેકરો, બૈરી લાવે ત્યાં સુધી દીકરી અમારી દિકરી, અમે જીવીએ ત્યાં સુધી”

“સ્ત્રી તો આ સંસાનો આધાર છે. સ્ત્રી વિહોણી દુનિયાની કલ્પના પણ કંપાવી દે છે. તમે એને નહીં ભણાવો તોય એની મેળે ભણશે, જાતે આગળ વધશે અને તમારું નામ રોશન કરશે.”

“હું તો કહું છું કે તમારે દિકરો હોય દિકરી ન હોય તો ઇશ્વરને માનતા કરજો. મારી દિકરી મારું ગૌરવ છે જ. તમે પણ આવું ગૌરવ પામશો. આથી અંતરની લાગણીથી કહું છું કે,

“શબ્દ હ્રદયથી સર્યો દિકરી વ્હાલનો દરીયો.




0 comments: