એક વધારાનો Bedroom
Thanks Tahukar. Com
આજે મારા માતા-પિતા નું સ્વપ્ન સાકાર થયું હતું. કારણકે મેં સોફ્ટવેર એન્જીનીઅર ની ડીગ્રી મેળવી હતી, અને આજે અમેરિકા માં એક સારી સોફ્ટવેર કંપની માં મને નોકરી મળી ગઈ. – અમેરિકા કે જે સ્વપ્ન અને તકોની ધરતી છે. અને મેં જયારે આ ધરતી પર પગ મુક્યો ત્યારે એવું લાગતું હતું કે મારા બધા જ સ્વપ્નો પૂર્ણ થવા જઈ રહ્યા છે.
અહી હવે હું એવી જગ્યા પર હતો જ્યાં હમેશા હોવાનું હું વિચારતો હતો. કારણકે મેં એવું વિચાર્યું હતું કે હું અહી પાંચ વર્ષ રહીશ અને એટલું કમાઇશ કે જેનાથી ભારતમાં સારી રીતે આખી જીંદગી વિતાવી શકાય.
મારા પિતા એક સરકારી કર્મચારી હતા અને તેના રીટાયર થયા પછી સંપતિના નામે તેની પાસે કહી શકાય એવું કઈ હોય તો એ હતું એક બેડરૂમ હોલ કિચન નો ફ્લેટ. અને હું તેનાથી ઘણું વધારે કરવાનું વિચારતો હતો.
જેમ જેમ સમય પસાર થતો ગયો મને ઘરની ખુબ યાદ આવતી અને હું એકલતા અનુભવવા લાગ્યો, હું દર અઠવાડિયે ઘરે ફોન કરતો અને આ માટે હું એક સસ્તું ઇન્ટરનેશનલ ફોન કાર્ડ વાપરતો હતો. મેકડોનાલ્ડ, બર્ગર, પિત્ઝા, ડિસ્કો વગેરે, અને સાથે સાથે ફોરેન એક્ષ્ચેન્જ રેટ જોતા જોતા બે વર્ષ પસાર થઇ ગયા. જયારે પણ રૂપિયાની વેલ્યુ ડાઉન થતી ત્યારે હું ઘણો ખુશ થતો.
થોડા સમય બાદ મેં લગ્ન કરવાનું વિચાર્યું. અને મારા માતા-પિતાને કહ્યું કે મને ૧૦ દિવસની જ રાજા મળી છે અને આ ૧૦ દિવસમાં જ બધું થઇ જવું જોઈએ. સૌથી સસ્તી વાળી ટિકિટ બુક કરાવી હું ભારત આવ્યો. ઘણા સમયે ઘરે આવ્યો હોવાથી ખુબ ખુશ હતો, મિત્રો સાથે મળવામાં ઘણો આનંદ આવ્યો હતો, બધા માટે ગીફ્ટ લાવ્યો હતો. અને જેમને મળી શકાય તેમ નહોતું તેમની સાથે ફોન પર વાત કરી હતી. અને રજાના ૧૦ જ દિવસ હોવાથી મન ભરીને હર્ષઘેલો બનીને બધી મજા લઇ રહ્યો હતો. એક અઠવાડિયું તો માત્ર બધી લગ્નોત્સુક કન્યાઓના ફોટા જોવામાં જ વિતાવ્યા અને સમયની અછત ના કારણે તેમાંથીજ એક ને પસંદ કરી.
મારા આશ્ચર્ય વચ્ચે, મારા સાસુ-સસરાએ કહ્યું કે મારી પાસે સમય ન હોવાથી બે દિવસમાં જ લગ્ન વિધિ પતાવવી પડશે. અને લગ્ન પછી, અમેરિકા પરત ફરવાનો સમય થઇ ગયો હતો, આથી મારા માતા-પિતાને થોડા રૂપિયા આપી અને મારા પાડોશીઓને તેમની દેખરેખ રાખવાની ભલામણ કરીને અમે અમેરિકા જવા રવાના થયા.
મારી પત્નીને આ દેશ ખુબ પસંદ આવ્યો, પરંતુ બે મહિના પછી એકલતા અનુભવવા લાગી, અને ભારતમાં ઘરે થતા ફોન અઠવાડિયામાં એક થી વધીને ત્રણ વખત થવા લાગ્યા. અને બહાર ફરવાનું પણ વધવા લાગ્યું અને આમ અમારી બચત નોંધપાત્ર રીતે ઘટવા લાગી.
ત્રણ વર્ષ પછી… ભગવાને અમને એક પુત્ર અને એક પુત્રી સંતાનના રૂપમાં આપ્યા હતા. અને જયારે પણ હું મારા માતા-પિતા સાથે ફોન પર વાત કરતો ત્યારે તેઓ કહેતા કે અમે લોકો જલ્દીથી ભારત પાછા ફરીએ જેથી તેઓ તેમના પૌત્રને જોઈ શકે, તેઓની સાથે રમી શકે.
દર વર્ષે હું ભારત જવાનું વિચારતો, પરંતુ હું ત્રણ જગ્યાએ પાર્ટ-ટાઇમ જોબ કરતો હોવાથી અને તેમની સાથે કરાર પ્રમાણે ભારત આવી શકતો નહિ. આમ ને આમ વર્ષો વિતતા ગયા અને ભારત ની મુલાકાત લેવાનું માત્ર એક સ્વપ્ન જ રહી ગયું. અને એક દિવસ અચાનક જ સમાચાર મળ્યા કે મારા માતા-પિતા ઘણા બીમાર છે. મેં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રજા ન મળવાને ભારત આવી ન શક્યો. અને પછીના સમાચાર એ હતા કે તેઓ સ્વર્ગે સિધાવ્યા છે, અને ત્યાં તેઓની અંતિમ ક્રિયા માટે કોઈ ન હોઈ સોસાઈટીના મેમ્બર લોકોએ જ તેઓ જે કરી શકતા હતા તે કર્યું. હું ઘણો નિરાશ થયો, મારા માતા-પિતા તેમના પૌત્ર-પૌત્રીને જોયા વગર જ જતા રહ્યા.
થોડા વધારે વર્ષો વીત્યા પછી, મારા સંતાનોની ઈચ્છા વિરુદ્ધ અને માટી પત્નીની ખુશી સાથે અમે ભારતમાં સેટ થવા માટે પરત ફર્યા, અને મેં સારી પ્રોપર્ટી માટે તપાસ શરુ કરી. પરંતુ મારી લીમીટેડ બચત અને આ વર્ષો દરમિયાન ભારતમાં પ્રોપર્ટી ના વધેલા ભાવ ને કારણે સારી પ્રોપર્ટી લેવાનું માંડી વાળ્યું. કારણકે પ્રોપર્ટી તો ખરીદી શકાય તેમ હતું પરંતુ બધી બચત તેમાં જતી રહેવાની હતી. અને અમે લોકો અમેરિકા પરત ફરવાનું વિચારી રહ્યા હતા.
મારી પત્નીએ અમેરિકા પરત ફરવાની સાફ ના પાડી અને મારા સંતાનોએ ભારતમાં રહેવાની સાફ ના પાડી. આથી હું અને મારા સંતાનો અમે ત્રણ અમેરિકા પરત ફર્યા અને મેં મારી પત્નીને વચન આપ્યું કે હું બે જ વર્ષ માં પરત ફરીશ અને ત્યારે બધું સારું થઇ જશે.
સમય વીતતો ગયો અને મારી પુત્રીએ એક અમેરિકન સાથે લગ્ન કરવાનું વિચાર્યું અને મારો પુત્ર અમેરિકામાં અને ત્યાના જીવન માં ઘણો ખુશ હતો. મેં વિચાર્યું કે હવે બહુ થયું. અને મેં ત્યાં બધું સમેટીને હું ભારત પાછો આવ્યો. મારી પાસે એટલી બચત તો હતી કે જેથી અમે બે બેડરૂમ હોલ કિચન નો એક ફ્લેટ સારા લોકેશનમાં ખરીદ્યો.

No comments:
Post a Comment