Monday, March 7, 2016

Ek vadhara no bedroom part 2

Ek vadhara no bedroom part  2

હવે હું ૬૦ વર્ષનો છું. અને ફ્લેટમાંથી માત્ર એક જ વખત બહાર નીકળું છું, અને તે પણ નજીકના મંદિરે દર્શન કરવા માટે. અને મારી પત્ની પણ મને છોડીને પરમધામ જતી રહી છે.

ઘણી વખત વિચારું છું કે, મેં જે કર્યું તે ખરેખર વાજબી હતું ? મારા પિતા, કે જેમણે ભારતમાં રહીને પણ પોતાના નામે એક ફ્લેટ હતો અને મારી પાસે પણ એક છે, વધારે કઈ નહિ.

મેં મારા માતા-પિતા ગુમાવ્યા, મારા સંતાનો મારા ન રહ્યા – માત્ર એક વધારાના બેડરૂમ માટે !!

આજે જયારે હું બારીની બહાર નજર કરું છું, હું જોઉં છું કે ત્યાં ઘણા બાળકો ડાન્સ કરતા હોય છે. મારું માનવું છે કે કેબલ ટીવી એ આપણી નવી પેઢીને બગાડી નાખી છે. નવી પેઢીમાંથી સંસ્કાર અને મુલ્યોનું પતન થઇ રહ્યું છે. મને ક્યારેક મારા સંતાનો ફોન કરે છે અને મારા ખબર-અંતર પૂછે છે. મને ખુશી થાય છે કે તેઓ મને યાદ તો કરે છે !!!

મને વિશ્વાસ છે, મારા મૃત્યુ પછી ફરી વખત, એ સોસાઈટીના મેમ્બરો જ હશે જેઓ મારી અંતિમ ક્રિયા કરશે. ભગવાન તેમને ખુશ રાખે.

*** પરંતુ સવાલ તો છે જ કે – શું મેં જે કર્યું એ વાજબી હતું ? હું હજુ પણ તેનો જવાબ શોધી રહ્યો છું.. !! ***

0 comments: