Monday, March 7, 2016

Jivan ma Patthar Kankara and dhul

જીવનના પત્થર, કાંકરા અને ધૂળ

Tahukar. Com

ફિલોસોફી ના એક પ્રોફેસરે એક વખત થોડી વસ્તુઓ સાથે ક્લાસ માં પ્રવેશ કર્યો. જયારે ક્લાસ શરુ થયો ત્યારે તેમને એક મોટી કાચની બરણી લીધી અને તેમાં મોટા મોટા પત્થર ભરવા લાગ્યા. અને એ પથ્થરો વડે તેમણે તે બરણી ભરી દીધી. પછી તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું બરણી ભરાઈ ગઈ છે? વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો: “હા”.

પછી પ્રોફેસરે એક કાંકરાઓથી ભરેલું એક બોક્ષ કાઢ્યું અને તેમાંથી કાંકરાઓ લઈને તે બરણીને હલાવીને તેમાં ભરવા લાગ્યા. બરણીને હલાવવાથી કાંકરાઓ તેમાં પત્થરોની વચ્ચે જગ્યા કરીને તેમાં ભરાવા લાગ્યા. એક વાર ફરીને તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું બરણી ભરાઈ ગઈ છે? વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો: “હા”.

ત્યારે પ્રોફેસરે એક ધૂળ ભરેલું બોક્ષ કાઢ્યું અને તેમાંથી ધૂળ લઈને તે બરણીમાં ભરવા લાગ્યા. આમ ધુલે વધેલી જગ્યા પણ ભરી દીધી. હવે પ્રોફેસરે ફરીને વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું બરણી ભરાઈ ગઈ છે? વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો: “હા”.

હવે પ્રોફેસરે સમજાવવાનું શરુ કર્યું: ” હું ઈચ્છું છું કે તમે લોકો આ બરણીને તમારું જીવન સમજો. મોટા મોટા પથ્થર આપના જીવનની જરૂરી વસ્તુઓ છે. તમારું કુટુંબ, તમારા પતિ/પત્ની, માં-બાપ, ભાઈ-બહેન, પુત્ર, તમારું સ્વાસ્થ્ય વગેરે.. આ એવી વસ્તુઓ છે કે જો આ વસ્તુઓ હોય અને બાકીની વસ્તુઓ ના પણ હોય તો પણ તમારું જીવન પૂર્ણ અને ભરાયેલું રહેશે.

કાંકરાઓ એવી વસ્તુ છે જે તમારા જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે, જેમકે તમારી કારકિર્દી, તમારું ઘર વગેરે..

અને ધૂળ બાકીની નાની-મોટી વસ્તુઓ દર્શાવે છે.

જો તમે બરણીને ધૂળથી ભરી દેશોતો પત્થર કે કાંકરાઓ માટે જગ્યા નહિ બચે. આવું જ આપણા જીવનમાં થતું હોય છે. જો આપણે આપણો બધો સમય અને શક્તિ નાની નાની વસ્તુઓ પાછળ ખર્ચી નાખીશું તો આપણી પાસે એ વસ્તુઓ માટે સમય કે શક્તિ નહિ વધે જે આપણા માટે ખરેખર ખુબજ જરૂરી છે. એવી વસ્તુઓ પાછળ તમારું ધ્યાન આપો જે તમારી ખુશી માટે જરૂરી છે. તમારી પ્રાયોરીટી નક્કી કરો બાકીની વસ્તુઓ તો બસ ધૂળ છે.

0 comments: