Thursday, March 31, 2016

JE AAPE SE TE J PAME SE ROHIT SHAH

જે આપે છે તે જ પામે છે - રોહિત શાહ
           એક નગરમાં એક રાત્રે ભયંકર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો. અનેક લોકોના ઘર તણાઇ જવાથી તેઓ નિરાધાર બન્યા. એવા કેટલાક નિરાધાર લોકોને એક આશ્રમમાં આશરો આપવામાં આવ્યો.

આશ્રમમાં આશરો લેનારાની સંખ્યા ખૂબ વધી ગઇ.. એટલે સંચાલકો આસપાસમાં રહેતા નગરજનો પાસે જરૃરી સામગ્રી માગવા ગયા. એક ડોસીની ઝૂંપડી પાસે સંચાલકો પહોંચ્યા ને કંઇક મદદ આપવા વિનંતી કરી. ડોસીએ જોયું કે ઘરમાં ઘણું આપી શકાય તેવું હતું પણ એણે માત્ર ફાટેલી- તૂટેલી એક ગોદડી જ આપી.

સંચાલકો આગળ વધ્યા. એક બીજી ઝૂંપડી આગળ ઊભા રહ્યાં, ત્યાં પણ એક ડોસીમા રહેતાં હતાં. એમણે વિચાર્યું, 'ભગવાને મને જે બધું આપ્યું છે તેનો મારે હવે શો ખપ છે ? ને હવે તો મારી અવસ્થા પણ ખર્યા પાન જેવી છે ! જો આ બધું બીજાના કામમાં આવતું હોય તો એથી વધુ રૃડી બીજી શી વાત હોય ?' ને એણે આશ્રમના સંચાલકોને બોલાવીને કહ્યું, ''આ બધી સામગ્રીમાંથી તમે જેટલું લઇ શકો તે બધું લઇ જાઓ...''

આશ્રમના સંચાલકોએ એ સામગ્રી લઇને ચાલવા માંડયું.

થોડી જ વારમાં ફરીથી જોરદાર વાવાઝોડું ફૂંકાયું ને પહેલા કરતાં વધુ વરસાદ તૂટી પડયો. આ વખતે આ બન્ને ડોસીમાની ઝૂંપડીઓ પણ તણાઇ ગઇ ને એ બન્ને પેલા આશ્રમમાં આશરો લેવા આવી.

સંચાલકો પાસે વધુ સામાન તો હતો નહિ, એટલે આ બન્ને ડોસીઓએ જે દાન આપેલું તે જ તેમને પરત આપ્યું ! પહેલા ડોસીમાના હાથમાં તૂટેલી ફાટેલી ગોદડી આવી ને બીજાં ડોસીમાને ઘણું બધું મળ્યું !
 Thanks zagmag 

0 comments: