Sunday, April 10, 2016

SAFALATA KEVI RITE MALE EK PRASANG

સફળતા કેવી રીતે મળે? - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

 શિયાળાની ઋતુ હતી. પવન સૂસવાટા મારતો ફૂંકાઈ રહ્યો હતો.
એક નાનકડો છોડ અતિશય ફૂંકાતા પવનની સામે ટકી રહેવા માટે ઝઝૂમતો હતો.
આ છોડ ઉપર એક મધમાખી બેઠી હતી અને મધ ચૂસવાનો પ્રયત્ન કરી રહી હતી.
અબ્રાહામ લિંકન આ પરિસ્થિતિ બગીચામાં બેઠા-બેઠા એકાગ્ર થઈને નિહાળી રહ્યા હતા.
પવનથી વારેવારે છોડ ઝૂકી જતો હતો ને પાછો ઊભો થઈ જતો હતો.
મધમાખી પણ વૃક્ષને જળોની જેમ એકદમ ચોંટેલી જ રહેતી અને મધ ચૂસ્યા કરતી હતી.
અબ્રહામ લિંકનને આમાંથી જીવનનું રહસ્ય સમજાઈ ગયું...
આ પ્રસંગથી તેમણે પોતાના જીવનમાં ઉતાર્યું કે, જે લોકો મધમાખીની જેમ છોડની ઉપર ચીટકી રહે છે તેને જીવન - મધુ પ્રાપ્ત થાય છે.
ભલેને ચારે તરફથી વિરોધના વંટોળો ફૂંકાય તો પણ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખંતપૂર્વક અને ચીવટપૂર્વક પુરુષપ્રયત્ન હંમેશાં કરતા જ રહેવું જોઈએ.
જે માણસ આવી રીતે પ્રયત્ન કરતો રહે તેને જીવનમાં સફળતા અવશ્ય મળે જ છે.

પરિશ્રમનાં પગલાંથી સફળતાની સીડીએ ચઢાય;
નિષ્ફળતાથી ડગી-ડગી જઈએ તો નીચે પડાય.

From zagmag Gujarat samachar 

0 comments: