Sunday, March 20, 2016

MATA PITA SANTAN NI PRATHAM PATHSHALA

માતા પિતા -સંતાન ની પ્રથમ પાઠશાળા
એક રાજા હતો .તે ખુબ કડક સ્વભાવ નો હતો ગુનેગારો ને તે કડક શિક્ષા કરતો .પ્રજા તેનાથી ડરતી હતી એટલે તેના રાજ્ય માં ગુનાઓ બહુ ઓછા થતા અને પ્રજા સુખ ચેન થી રહેતી .કોઈ ને ચોરી ,લુંટફાટ, મારામારી  નો ડર ન હતો .રાજા ના સૈનિકો રાત ના પહેરો ભરતા અને કોઈ કનડગત કરતુ હોય તો તેને રાજા પાસે લઇ જતા .એક દિવસ એક યુવાન ને સૈનિકો ચોરી કરતા જોઈ ગયા ને પકડી રાજા પાસે લઇ ગયા . રાજા એ તે યુવાન ને જેલ ની સજા આપી . તે યુવાને રાજા ને કહ્યું કે મારી મા ને બોલાવો .સૈનિકો જઈ તેની મા ને બોલાવી આવ્યા .મા એ પૂછ્યું કે મને કેમ બોલાવી અને મારા દીકરા નો ગુનો શો છે ?ત્યારે રાજા  એ કહ્યું કે તમારા આ દીકરા એ ચોરી કરી છે ને મે તેને જેલવાસ આપ્યો છે  ને એ તમને મળવા માંગે છે .મા દીકરા ને મળ્યા ત્યારે મા ને દીકરા એ કહ્યું કે પહેલીવાર જયારે મે ચોરી કરી ત્યારે તે મને કેમ રોક્યો નહી ?મને આ કામ ખરાબ છે એવું કેમ ના સમજાવ્યું ?હું તો અબુધ હતો પણ તને તો ખબર હતી ને કે ચોરી ના કરાય .તે મને કેમ સારા સંસ્કાર ન આપ્યા .તે  મને રોક્યો હોત, ટોક્યો હોત,શિક્ષા કરી હોત તો હું ફરી કયારેય આવું ખરાબ કામ ન કરત .અને કદાચ તારા રોકવા ટોકવા થી ય હું ના સુધર્યો  હોત તો એ સજા મને કબુલ હોત .પણ આ સજા મને માન્ય નથી .તે યુવાને રાજા ને કહ્યું કે આ કાર્ય મા મારી મા એ પણ મને આડકતરી રીતે સાથ આપ્યો છે એટલે મારી સાથે મારી માને પણ સજા થવી જોઈએ .મારો ગુનો હું કબુલ કરું છું પણ એને માટે જવાબદાર મારી મા છે એટલે તેને પણ સજા કરો . રાજા એ મા દીકરા બન્ને ને જેલ માં ધકેલી દીધા .

બોધ પાઠ : – ક્યારેય સંતાનો ના અપ કૃત્યો ને છાવરવા નહી .દોષ નો ટોપલો માતા પિતા ઉપર જ આવશે .કા કે માતા પિતા સંતાન ની પ્રથમ પાઠશાળા છે .

Related Posts:

0 comments: