Sunday, April 10, 2016

SEVA NO SODO NA HOY - MITESH SHAH

સેવાનો સોદો ન હોય - મિતેશ શાહ

 ઇ.સ.૧૯૨૭ના વર્ષની વાત છે. ગુજરાત અને કાઠિયાવાડમાં રેલસંકટ આવ્યું. એ વખતે સરદાર વલ્લભભાઇ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. તે ઉપરાંત તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રાંતિક સમિતિના પણ પ્રમુખ હતા. એ બેવડા હોદ્દાને કારણે તેમણે વિચાર્યું કે મારે પૂરગ્રસ્ત લોકોની મદદે જવું જોઇએ.
તેમણે સ્વયંસેવકોની મોટી ટુકડી ઊભી કરી. આ ટુકડી પૂરગ્રસ્ત લોકોની સેવામાં લાગી ગઇ. ટાઢતડકો જોયા વિના તેમણે પૂરગ્રસ્ત લોકોની ખૂબ સેવા કરવા માંડી. અસરગ્રસ્ત લોકોને અનાજ, વસ્ત્રો તથા અન્ય જરૃરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માંડી. આ રાહતકાર્યમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ તેમને પૂરતો સહયોગ આપ્યો હતો. આ સંયુક્ત પ્રયાસોથી પૂરગ્રસ્ત લોકોની વિટંબણાઓ દૂર થઇ.
સરદારશ્રીએ અને તેમની સ્વયંસેવકોની ટુકડીએ કરેલા આ ભગીરથ પ્રયાસોથી એક સરકારી અંગ્રેજ અધિકારી મિ.ગેરેટ એટલા બધા ખુશ થયા કે એક દિવસ તેમણે સરદારશ્રીને કહ્યું, ''આપની અને આપના સાથીઓની સેવા જોઇને હું એટલો બધો પ્રભાવિત થયો છું કે, આપ જો માનો તો તમને બધાને માનચાંદ આપવાની હું સરકારને ભલામણ કરું !''
સરદારશ્રીએ હસીને આ અંગ્રેજ અધિકારીને કહ્યું, ''સેવામાં બદલાની ભાવના કદી હોય નહિ. બદલાની ઇચ્છાથી થતી સેવા એ સાચી સેવા નથી. એ તો એક પ્રકારનો સોદો છે. પૂરગ્રસ્ત લોકો વિટંબણામાંથી બચી જઇને આજે આનંદિત દેખાય છે. એ એમનો આનંદ જ અમારા માટે સાચો માનચાંદ છે.''
From zagmag Gujarat samachar 

Related Posts:

  • EK AANKH NI AJAYABI એક આંખની અજાયબી – કુમારપાળ દેસાઇ         1961ની પ… Read More
  • MATA PITA SANTAN NI PRATHAM PATHSHALA માતા પિતા -સંતાન ની પ્રથમ પાઠશાળા એક રાજા હતો .તે ખુબ કડક સ્વભાવ નો હ… Read More
  • Runanubandh ek varta ઋણાનુબંધ આજે અચાનક સવાર માં પાર્ક માં ચાલતા ચાલતા એક જાણીતો ચહેરો જોય… Read More
  • CHAKA CHAKI NI VARTA            આજે વર્લ્ડ સ્પેરો ડે છે તો ચ… Read More

0 comments: