ટાપુ એટલે શું ?
સમૂહ, મોટા તળાવ અને મોટી નદીઓના પાણી વચ્ચે આવેલા નાના જમીન વિસ્તારને ટાપુ કે આઇલેન્ડ કહે છે. ટાપુની ચારે તરફ પાણી જ હોય છે. પૃથ્વી પર સંખ્યાબંધ ટાપુઓ આવેલા છે. ટાપુના બે મુખ્ય પ્રકાર છે કોઇ ખંડની છાજલી ઉપર આવેલા ટાપુને ખંડીય ટાપુ કહે છે. આવા ટાપુ સમુદ્રના પેટાળમાં મુખ્ય ખંડ સાથે જોડાયેલા હોય છે. બ્રિટન યુરોપ ખંડ સાથે જોડાયેલો ખંડીય ટાપુ છે. દરિયાના પેટાળમાંથી જ્વાળામુખી પર્વત ઊંચકાઇને બહાર આવેલા જમીન વિસ્તારને સમુદ્રી ટાપુ કહે છે. આવા ટાપુઓ સમુદ્રની વચ્ચે હોય છે.
વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે. ટાપુઓની ચારે તરફ પાણી હોવાથી તેમાં થતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશિષ્ટ પ્રકારની હોય છે. માડાગાસ્કર એવો ટાપુ છે કે વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવી વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે.
આખો જાપાન દેશ એક ટાપુ છે. તેનું નામ હોન્શું છે. ફિલિપાઇન્સ સંખ્યાબંધ ટાપુઓનો બનેલો દેશ છે. જાવા પણ ટાપુ દેશ છે. જ્યાં સૌથી વધુ વસતિ છે. પૃથ્વી પરની વસતિનો છઠ્ઠો ભાગ ટાપુઓ પર વસે છે.
વિશ્વમાં ૧૮ ટાપુઓ ૧ લાખ ચોરસકિલોમીટર કરતાં વધુ વિસ્તારના છે. પેસિફિક સમુદ્રમાં વિષુવવૃત્ત પર આવેલા ગાલાપાગોસના ટાપુઓ સજીવની ઉત્ક્રાંતિમાં અભ્યાસ માટે ઉપયોગી એવી જીવસૃષ્ટિ માટે જાણીતા છે.
Source gujarat samachar
0 comments: