Saturday, May 21, 2016

ATYARE J KHUSH THAV

           અત્યારે જ ખુશ થાવ!

                    દરિયાની મસ્ત હવા ને કાથીના જાળીવાળા ઝૂલામાં ઝૂલતા, તેનાલી રામના મિત્રના ચહેરા પર  મધુર  હાસ્ય હતું.
તેનાલી રામ : “કેમ એકલા એકલા હસો છો?”
મિત્ર: “હું એ  દિવસનો વિચાર કરતો હતો કે હું ક્યારે ખરેખર ખુશ થઈશ”.
તેનાલી રામ : ક્યારે થશો?
મિત્ર : દરિયા કાંઠે મારું ઘર હોય, આરામદાયક ગાડી , તગડું બેંક બેલેન્સ, સુંદર યુવતી સાથે લગ્ન, ચાર દીકરાઓ અને ચારેયને એવા ભણાવું કે તેઓને સારી નોકરી મળી જાય, તેઓ ખુબ કમાય...…
તેનાલી રામ (અધ વચ્ચેથી) : મને ખ્યાલ આવી ગયો. પણ આ બધું મળી ગયા પછી તું શું કરીશ?
મિત્ર : બસ પછી પગ લાંબા કરીને આરામ કરીશ અને ચહેરા પર સૂર્યના કિરણો અને ઠંડી હવા ને માણીશ.
તેનાલી : અરે મારા ભાઈ , તું અત્યારે એ જ કરી રહ્યો છે - આ તું બોલ્યો એ બધી મહેનત કર્યા વગર પણ.!
તમે જોયું હશે  કે આપણે કેવી રીતે આપણી ખુશીને, આનંદને પાછળ ઠેલતા રહીએ છીએ. દાખલા તરીકે, તમે શાળામાં છો તો તમે વિચારશો, કે મારો શાળાનો અભ્યાસ પતી  જશે પછી હું ખુશ થઈશ. પણ પછી કોલેજ, નોકરી.... યાદી વધતી જ જશે. તમે એક ઈચ્છા પૂરી કરશો. ક્ષણિક ખુશીનો અહેસાસ થશે અને હજી તો તમે તે ખુશીને સરખી રીતે માણી પણ ન હોય  ત્યાં તમે બીજી કોઈ વસ્તુમાં ખુશી શોધવા માંડશો.. " બસ એક સુંદર જીવનસાથી શોધી લઉં " ત્યારે હું ખુશ થઈશ. અને પછી  "મને નોકરી ધંધામાં બઢતી મળે તો હું ખુશ થઈશ"... અને તમે જોશો કે આમ સાંકળ ચાલુ જ રહેશે.
ખુશી ક્યાંય ભવિષ્યમાં છે જ નહીં, એનો વિચાર કરો. શું તમે ગઈ કાલે કે પછી આવતી કાલે ખુશ થઇ શકો ખરા? હા, તમે તેની રૂપરેખા તૈયાર કરી શકો પણ ખુશ તો તમે અત્યારેજ થઇ શકો. સાચી વાતને ? શું એ શક્ય છે કે આપણે હરપળ  ખુશ રહેતાં રહેતાં  જીવનમાં બધું જ કરતા થઇએ?  નહિ કે ફકત ખુશી મેળવવા માટે આ ને તે ને એમ બધું  કરતા જ રહીએ. તો એનો જવાબ છે - ધ્યાનધ્યાન તમારા મનને વર્તમાનમાં લાવે છે જ્યાં સાચા અર્થમાં  ખુશી સમાયેલી છે. તે તમને હરપળ ખુશ રહેવાની, હસતા રહેવાની શક્તિ આપે છે.sourve artofliving.org

0 comments: