Saturday, May 21, 2016

TAMARI PASE JE SE TEMA SANTOSH MANO

             તમારી પાસે જે છે તેમાં સંતોષ માનો

            એકવાર તેનાલી રામને રસ્તા ઉપર એક માણસને સૂર્યની દિશામાં માથા પર એક મોર છત્ર (ઢાલ) રાખેલો જોયો. ને માણસ શું કરવા માંગે છે તે જાણવાની ઇન્તેજારીથી તેનાલી રામ તેની પાસે ગયા અને પૂછ્યું:
તેનાલી: તમે શું કરો છો ?
માણસ : હું સૂર્યને ઢાંકી દેવાના પ્રયાસો કરુ છું ,તે ખૂબ જ પ્રકાશિત છે.
તેનાલી: "મારા દોસ્ત, તુ તારી જાતને શું કામ આટલી બધી તકલીફ આપે છે ? મારી પાસે તારી તકલીફનો બહુ સરળ ઉપાય છે. "
આટલું કહી તેનાલીરામે ધૂળથી ભરેલી ચપટી હાથમા લીધી અને પેલા માણસની આંખમાં તેની ફૂંક મારી..
તમે હમેંશા કેવી કેવી ઈચ્છાઓની પાછળ દોડ્યા કરો છો, અને એમ માનીને કે એ  આશાઓ પુરી થશે અને તમને ખુશી મળશે. અને આ દોડમાં તમારી પાસે જે હોય છે તેનો પણ તમે આનંદ લઈ શકતા નથી.  આ ઈચ્છાઓ આંખમા પડેલ ધૂળ જેવી છે, જે તમને તમારી પાસે જે ઉપલબ્ધ છે,તેની સુંદરતાને પણ જોવા કે માણવા દેતી નથી .
ધ્યાન આપને આ તકલીફમાંથી મુક્ત કરે છે. આ ધૂળની રજકણને ક્યાંય દૂર ઉડાડી મૂકે છે. જેને લીધે આપણને અંદરથી મુક્તિ અને સંતોષનો અનુભવ થાય છે.
Source artofliving.org

0 comments: