Saturday, January 23, 2016

EK HATHNI KHANDANI

એક હાથની ખાનદાની

પરચૂરણની તંગીના જમાનામાં આ સાચો પ્રસંગ જરૂર કીમતી પ્રેરણા આપી રહેશે. ઉનાળાની રજાઓ. લોકો થોકેથોક આબુ ઊપડતા હતા. આબુ ઉપર જ્યાં મોટર ઊભી રહે છે ત્યાં મજૂરોનો પાર નહિ. ‘બહેન મને સામાન આપો, ભાઈ મને સામાન આપો’ કરતાં મજૂરો ઘેરાઈ વળે.
એક બહેનની પાસે સામાન ઘણો હતો. માત્ર એક હાથવાળો એક મજૂર આગળ આવ્યો : ‘બહેન ! હું લઈ લઉં ?’
બહેન કહે : ‘પણ તારે તો એક જ હાથ છે.’
મજૂર કહે : ‘ભલેને એક હાથ રહ્યો, સામાન નહિ છોડું.’
બહેને એ જ મજૂરને સામાન સોંપ્યો. નવાઈની વાત તે કે મજૂરે સિફતથી સામાન ઉપાડી લીધો. આખું કુટુંબ હોટલ સુધી ઊપડ્યું. બહેને મજૂરને 10 રૂપિયા આપી દીધા અને બધાં અંદર ચાલ્યાં ગયા. તરત મજૂરે બૂમ પાડી : ‘અરે બહેન ! આ બે રૂપિયા તો લેતા જાવ.’
સામાનની મજૂરી આઠ રૂપિયા જ નક્કી થઈ હતી પણ એક હાથવાળા મજૂર પર દયા આવવાથી બહેને બે રૂપિયા પાછા લીધા ન હતા.
બહેન કહે : ‘અરે પરચૂરણની આટલી તંગી છે ત્યાં તું છૂટા કાઢે છે ? રહેવા દે તારી પાસે.’
‘પરચૂરણની ભલેને તંગી રહી’ એક હાથના મજૂરે કહ્યું : ‘સત્યની કંઈ તંગી થોડી જ છે ? લો આ બે રૂપિયા.’
પ્રવાસીબહેન એક હાથવાળા આ ખાનદાન મજૂરને જોઈ જ રહ્યાં.
Thanks to readgujarati.com

Related Posts:

  • EK HATHNI KHANDANI એક હાથની ખાનદાની પરચૂરણની તંગીના જમાનામાં આ સાચો પ્રસંગ જરૂર કીમતી પ… Read More
  • MRUTYU MARI GAYU re lol Part 1 મૃત્યુ મરી ગયું રે લોલ         મૃત્યુ તો જિંદગી … Read More
  • Bhensh Bhagole gijubhai badheka ભેંશ ભાગોળે ગામડું એવું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામ… Read More
  • AKBAR NU UKHANU અકબરનું ઉખાણું          અકબરને ઉખાણુ સાંભળવ… Read More

0 comments: